નાગરિક ઉડ્ડયન મંત્રાલયોની વિનંતીના પગલે ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો છે કે એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં તે ફાઇવ-જી મોબાઇલ ટાવર નહીં લગાવી શકે. ઉડ્ડયન મંત્રાલયે પૂરી પાડેલી બફર અને સેફ્ટી ઝોનની વિગતોના આધારે આ નિર્ણય લેવાયો છે. આથી ભારતીય એરપોર્ટના રનવેના બંને છેડાના થઈને ૨.૧ કિ.મી. વિસ્તાર અને રનવેના સેન્ટર લાઇનથી ૯૧૦ મીટરના વિસ્તારમાં ૩.૩ ગીગાહર્ટ્ઝથી ૩.૬ ગીગાહર્ટ્ઝના બેન્ડવાળા ફાઇવ-જી બેઝ સ્ટેશનો નહી સ્થાપી શકાય.
આ નિર્ણયનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે. આથી જો ટેલિકોમ ઓપરેટરોએ આટલા વિસ્તારોમાં જો તેમના ફાઇવ-જી બેઝ સ્ટેશનો સ્થાપ્યા હશે તો તેને બંધ કરવા પડશે. જો કે ટેલિકોમ વિભાગ તેને કામચલાઉ પ્રતિબંધ ગણાવે છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) બધા વિમાનોના ઓલ્ટીમીટર રિપ્લેસ થાય તે સુનિશ્ચિત કરી લેશે તેના પછી આ પ્રતિબંધ દૂર થઈ જશે.જો કે ઓલ્ટીમીટર રિપ્લેસ કરવાની કવાયત કેટલા સમયગાળામાં પૂરી કરવામાં આવશે તેની કોઈ ડેડલાઇન ડીજીસીએએ આપી નથી.
એરટેલ એકમાત્ર એવી ઓપરેટર છે જેણે પસંદગીના એરપોર્ટ જેવા કે પટણા, બેંગ્લુરુ, પુણે, વારાણસી અને નાગપુર ખાતે તેની ફાઇવ-જી સર્વિસ ગોઠવી છે.
ટેલિકોમ વિભાગની નોટિસમાં જણાવાયું છે કે ટેલિકોમ ઓપરેટરો ઓલ્ટીમીટરમાં ખલેલ પહોંચાડતા ફાઇવ-જી સિગ્નલ્સને ટાળવા માટે ફાઇવ-જી બેઝ સ્ટેશનને બંધ કરે. આ સાધનની મદદથી પાયલોટને વિમાનને ઇચ્છિત ઊંચાઈએ જાળવી રાખવામાં મદદ મળે છે.
ટેલિકોમ વિભાગે તેની નોટિસમાં જણાવ્યું હતું કે ડીજીસીએ નિશ્ચિત સમયમર્યાદામાં ઓલ્ટીમીટર રિપ્લેસમેન્ટ કરવાની કામગીરી પૂરી કરી શકે છે. ટેલિકોમ વિભાગે પણ રેડિયો ઓલ્ટિમીટર અને તેના ફિલ્ટર કઈ તારીખ સુધીમાં ફિટ કરાશે તે જણાવવા વિનંતી કરી છે.
READ ALSO
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા