GSTV

ગરબા પર પ્રતિબંધ મુકાતા ઢોલ સહીત ઓરકેસ્ટ્રાનાં લોકો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા

કોરોનાએ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા ખોરવી નાખી છે. લોકોને રોજગારીના વાંધા પડી ગયા છે. ત્યારે હવે કોરોનાને લઈને નવરાત્રી ઉપર પણ પ્રતિબંધ મુકાતા ઢોલ સહીત ઓરકેસ્ટ્રાનાં લોકો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા છે. દર વર્ષે નવરાત્રીના પંદર દીવસ પહેલાથી જ હિંમતનગરના ટાવર ચોકમાં ઢોલ ઢબુકવા લાગતા. હા ગામડાના લોકો ઢોલ ખરીદવા આવતા અને ઢોલ વગાડી વગાડીને તેને પસંદ કરી લઇ જતા. જો કે કોરોનાએ હાલમાં ઢોલના આ ઢબકારને નીરવ શાંતિમાં ફેરવી દીધો છે. નવરાત્રી પર સરકારે પ્રતિબંધ મુક્યો..અને આ પ્રતિબંધ આડકતરી રીતે ઢોલના વ્યવસાયને પણ જાણે શાંત કરી ગયો.

પડતા પર પાટુ પડ્યું

નવરાત્રીની સિઝનમાં ઢોલની આ દુકાનો જીવંત બની જતી. ઢોલના વ્યવસાય સાથે જોડાયેલા આ લોકો ૫૦ થી ૭૦ હજાર આસાનીથી કમાઈ લેતા હતા. જ્યારે હાલ તેમને 2 હજાર રૂપિયા પણ માંડ નસીબ થયા છે. એક તરફ કોરોનાના કહેરને લઈને થયેલા લોક ડાઉને તેમને મંદીના ખપ્પરમાં હોમ્યા. બાદમાં બાકી હતું તે નવરાત્રી બંધ થતા તેમને જાણે પડતા પર પાટુ પડ્યું. કોરોનાને માત્ર ઢોલના વ્યવસાયકારોને જ નહિ પણ નવરાત્રી સાથે જોડાયેલા ઓરકેસ્ટ્રા. ડેકોરેશન તેમજ મજુર વર્ગ સહિતના લોકોની રોજગારી છીનવી લીધી છે. ત્યારે હવે આ લોકો સરકાર તેમને કંઇક મદદ કરે તેવી આશાની મીટ માંડીને બેઠા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!