GSTV
Food Funda Life Trending

Recipe / સ્વાદ અને સ્વાસ્થય માટે ઉત્તમ ઓરેન્જ-પપૈયા સ્મૂધી

Recipe

ઉનાળાની ઋતુમાં ઓરેન્જ-પપૈયા સ્મૂધી સ્વાદ અને સ્વાસ્થય માટે એક સારું પીણું હોઈ શકે છે. વિટામિન સીથી ભરપૂર નારંગી અને પપૈયા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ઓરેન્જ-પપૈયા સ્મૂધી દિવસભર શરીરની ઉર્જા જાળવી રાખવામાં પણ મદદ કરે છે. ઓરેન્જ-પપૈયા સ્મૂધી બાળકો તેમજ મોટી ઉંમરના લોકો માટે હેલ્ધી ડ્રિંક છે. તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. તેની રેસિપી (Recipe) એકદમ સરળ છે.

સામગ્રી

  • 1 ½ કપ પપૈયાના ટુકડા
  • 1 નંગ નારંગી
  • 1 ચમચી સ્ટ્રોબેરી ક્રશ
  • 1 ચમચી મધ
  • 1 ચપટી હળદર પાવડર
  • જરૂર મુજબ પાણી
  • 3-4 બરફના ટુકડા
Recipe

રેસીપી (Recipe)

  • ઓરેન્જ-પપૈયા સ્મૂધી બનાવવા માટે પહેલા પપૈયાની છાલ ઉતારી લો અને પછી તેના નાના-નાના ટુકડા કરી એક બાઉલમાં રાખો.
  • હવે નારંગીને કાપીને એક બાઉલમાં તેનો રસ કાઢો.
  • હવે મિક્સર જારમાં પપૈયાના ટુકડા અને નારંગીનો રસ નાખીને બ્લેન્ડ કરો.
  • ત્યારબાદ તેમાં મધ, સ્ટ્રોબેરી ક્રશ અને હળદર પાવડર ઉમેરો અને તેને વધુ એક વખત બ્લેન્ડ કરો.
  • આ પછી સ્મૂધીમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને એક-બે વાર બ્લેન્ડ કરો.
  • ઓરેન્જ-પપૈયા સ્મૂધી તૈયાર છે.
  • તેમાં થોડા બરફના ટુકડા ઉમેરો અને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરો.
  • જો તમે ઇચ્છો તો સ્મૂધીને 10 મિનિટ સુધી ઠંડુ થવા માટે ફ્રીજમાં પણ રાખી શકો છો.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે બુધ-આદિત્ય યોગવાળા જાતકો, જાણો ખરેખર ક્યારે બને છે બુધ-આદિત્ય યોગ

Nakulsinh Gohil
GSTV