GSTV
Home » News » ભારતીય પાયલટ અભિનંદન માટે PM મોદી એવું તો શું બોલ્યા કે ટ્વિટર પર થઈ ગઈ બબાલ

ભારતીય પાયલટ અભિનંદન માટે PM મોદી એવું તો શું બોલ્યા કે ટ્વિટર પર થઈ ગઈ બબાલ

2019ની લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો ચૂંટણીના મેદાનમાં કૂદી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મેરઠથી ચૂંટણી સભાની શરૂઆત કરી ચૂક્યા છે. મેરઠમાં ચૂંટણી સભાના એખ દિવસ પહેલા એટલે 29 માર્ચના રોજ મોદીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને ઈન્યરવ્યૂ આપ્યું. જેમાં તેમણે દરેક મુદ્દાઓ પર વાત કરી. પરંતુ તેમની એક વાત પ્રત્યે ટ્વિટર પર લોકોએ નારાજગી દર્શાવવાનું શરૂ કર્યું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે લોકો પોતાના વડાપ્રધાન પર શંકા કરે છે, તેમને ઓળખવા પડશે, જે લોકો પાકિસ્તાનના પીએમના વખાણ કરે છે, તેમને ઓળખવા પડશે. જ્યારે અભિનંદનની ઘટના થઈ, ત્યારે દેશના તમામ દળોએ કહેવું જોઈતું હતું કે અમને દેશની સેના પર ગર્વ છે કે જેણે F16 તોડી પાડ્યું. તેના બદલે અભિનંદન ક્યારે પરત ફરશે, તેના પર બોલવા લાગ્યા.

અને વડાપ્રધાન મોદીના આ નિવેદન બાદ જ ટ્વિટર પર લોકોએ સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા. ટ્વિટર પર લોકોએ વડાપ્રધાનના આ નિવેદનને લઈને કેવી કેવી કમેન્ટ કરી જુઓ:

READ MORE:

આ ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ અન્ય પણ ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે તે દિવસે, રાત્રે વિપક્ષે કેન્ડલ લાઈટ માર્ચ કાઢીને અને પુલવામા હુમલાને મુદ્દા બનાવવાનું ષડયંત્ર પણ બનાવી લીધું હતું. ત્યાં જ સાંજે 4-5 વાગ્યે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ અભિનંદનને ભારત પરત મોકલવાની જાહેરાત કરી દીધી. જેનાથી તેમની આ યોજના ત્યાંની ત્યાં જ રહી ગઈ.

સાથે જ વડાપ્રધાને આ ઈન્ટરવ્યૂમાં પૂર્ણ બહુમત લાવવાની વાત પણ કરી. તેમણે કહ્યું કે દેશને બહુમત ધરાવતી સરકાર જોઈએ. અને આ લોકસભા ચૂંઠણીમાં તેમની સરકાર 2014ની તુલનામાં વધુ બેઠકો જીતીને સરકાર બનાવશે.

Related posts

UNમાં ચીન ભારત માટે બે મોઢાળો સાપ સાબિત થયું, પાકિસ્તાનને સાથ આપી ભારતને આતંકનો શિકાર બતાવ્યું

NIsha Patel

ક્યાંથી આવ્યા પૈસા ? કર્ણાટક કોંગ્રેસના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું તેણે હવે ખરીદી 11 કરોડની કાર!

Bansari

હનીપ્રીતની યાદમાં જેલમાં ધ્રુસકે-ધ્રુસકે રડ્યા રામ રહીમ, પૂછતાં આપ્યો કઈંક આવો જવાબ…

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!