GSTV
Gujarat Government Advertisement

તાલાલા: પેસેન્જર પાસીંગ હોવા છતાં નિયમ વિરૂધ્ધ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દરરોજ કેરીનાં હજારો બોકસની હેરફેર, નાના માલવાહકોનો ધંધો ઠપ્પ

Last Updated on May 15, 2021 by Pravin Makwana

તાલાલા પંથકમાં પ્રાઈવેટ ટ્રાવેલ્સ સંચાલકોએ મુસાફરોને બદલે કેસર કેરીના બોકસનું પરીવહન કરી નાના માલવાહકોની રોજીરોટી ઉપર તરાપ મારી હોય, પોલીસ તથા આર.ટી.ઓ. વિભાગની મીઠી નજર હેઠળ ચાલતી બિનકાયદેસર પ્રવૃતિ બંધ કરાવી તાલાલા પંથકમાં આર.ટી.ઓ. માન્યતા બોલેરો સહિતના ૪૦૦ માલવાહકોને યોગ્ય ન્યાય આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે.

ટ્રાવેલ્સમાં કેસર કેરીની હેરફેર શરૂ કરી

ગીર પંથકનાં નાના માલવાહકો દ્વારા તાલાલા મામલતદાર તથા પી.એસ.આી. મારફત ગીર સોમનાથ જીલ્લા કલેકટર તથા જીલ્લા પોલીસવડાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાલાલા પંથકમાં અત્યારે કેસર કેરીની સિઝન પુર બહાર ચાલુ છે. તાલાલા પંથકમાંથી દરરોજ હજારો બોકસ અમદાવાદ, વડોદરા, સુરત સહિત સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરોમાં વેચાણ માટે જાય છે. તાલાલા પંથકમાં અત્યારે નાની બોલેરો સહિત ૪૦૦ જેટલા આર.ટી.ઓ. માન્યતા પ્રાપ્ત નાના માલવાહકો માલની હેરાફેરીની કામગીરી કરે છે. અને કેરીની ફેરીઓ દ્વારા પોતાના પરીવારનો જીવન ગુજરાન ચલાવે છે. પરંતુ અત્યારે તાલાલા પંથકમાં પેસેન્જર પાસીંગ ધરાવતી ટ્રાવેલ્સની કંપનીની બસો મુસાફરોને બદલે કેસર કેરીના બોકસનું પરીવહન કરે છે.

દરરોજ હજારો બોક્સ કેરીની થાય નિકાસ

આંકોલવાડી ગીરથી તાલાલા ગીર સુધીમાં આવતા તમામ ગામોમાંથી દરરોજ કેસર કેરીના હજારો બોકસનું પ્રાઈવેટ ટ્રાવેલ્સમાં પરીવહન થાય છે. જે આર.ટી.ઓ.ના નિતી નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન તેમજ તાલાલા પંથકના બોલેરો સહિત નાના ૪૦૦ જેટલા ગરીબ માલવાહકોની આજીવીકા ઉપર તરાપ મારવા બરાબર હોય, ખાનગી ટ્રાવેલ્સમાં કેસર કેરીની હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃતિ તુરંત અટકાવવી જોઈએ.

સ્થાનિક તંત્રએ મોઢામાં મગ ભરી લીધા

આવંદનપત્રમાં ઉમેર્યું છે કે, તાલાલા પંથકમાં કેસર કેરીની સિઝન પહેલા માત્ર પાંચથી છ પ્રાઈવેટ ટ્રાવેલ્સ દોડતી હતી. આજે આ સંખ્યા બમણી થઈ ગઈ છે. પરીણામે તાલાલા પંથકના નાના માલવાહકોના ધંધા રોજગાર ઠપ થઈ જતાં ગરીબ અને નાના પરીવારો નોંધારા થઈ ગયા છે. તાલાલા પંથકમાં કેસર કેરીના બોકસનું પરીવહન નાના માલવાહકો ભોગે પ્રાઈવેટ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો ગેરકાયદેસર રીતે કરી રહ્યાં છે, તે અટકાવી યોગ્ય ન્યાય આપવા તાલાલા પોલીસ સહિતના સતાવાળા સમક્ષ માંગણી કરવામાં આવેલ, પરંતુ સ્થાનીક તંત્ર સાથે તમામ લોકોની સાંઠગાંઠ હોય, નાના ગરીબ માલવાહકોની રજુઆતને કોઈ સાંભળતુ નથી. જેથી આ અંગે ત્વરીત તપાસ કરી આર.ટી.ઓ. માન્ય નાના માલવાહકોની આજીવીકા જળવાઈ રહે માટે તેવી પરીણામલક્ષી કાર્યવાહી કરી યોગ્ય ન્યાય આપવા આવેદનપત્રના અંતમાં માંગણી કરવામાં આવી છે.

નાના માલવાહકો હડતાલ ઉપર ઉતરી ગયા

તાલાલા પંથકમાં કેસર કેરીના બોકસનું પરીવહન પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસોએ શરૂ કરતા નાના માલવાહકો ધંધા – રોજગાર વગરના થઈ જતા પોલીસ અને આર.ટી.ઓ. સમક્ષ યોગ્ય ન્યાય આપવા માંગણી કરવામાં આવી છતાં પણ નાના માલવાહકોને યોગ્ય ન્યાય આપવા પોલીસ સહિતના સતાવાળાઓ કોઈ કાર્યવાહી કરેલ નહીં જેથી નાના માલવાહકો લોડીંગ કામગીરી બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!