GSTV
Home » News » સંસદમાં મોદી મોદીના નારા લાગ્યા, પણ આ વખતે નેગેટિવ સ્વરૂપે

સંસદમાં મોદી મોદીના નારા લાગ્યા, પણ આ વખતે નેગેટિવ સ્વરૂપે

ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાના નિવેદન મુદ્દે આજે ફરી લોકસભામાં ભારે હોબાળો મચ્યો. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસના નેતાઓએ ટ્રમ્પના નિવેદન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપે તેવી માંગણી કરી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની આગેવાનીમાં સાંસદોએ પીએમ જવાબ દો ના નારા લગાવ્યા. કોંગ્રેસે જણાવ્યું કે ટ્રમ્પના નિવેદન બાદ વડાપ્રધાન મોદી શા માટે ચૂપ છે… જો કે લોકસભા અધ્યક્ષે તેમને આ મુદ્દો ફરી ઉઠાવવાની મંજૂરી ન આપી.

અધ્યક્ષે જણાવ્યું કે વિદેશપ્રધાન આ મામલે નિવેદન આપી ચૂક્યા છે. તેમ છતાં કોંગી સાંસદો સતત નારેબાજી કરતા રહ્યા. અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે ટ્રમ્પના નિવેદન બાદ સમગ્ર દેશ એ જાણવા માંગે છે કે આ મુદ્દે પીએમનું શું કહેવું છે. પરંતુ પીએમ કોઇ નિવેદન આપવા તૈયાર જ નથી. લોકસભામાં સંસદીય કાર્ય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું કે આ મુદ્દે વિદેશપ્રધાને જવાબ આપ્યા પછી પીએમના નિવેદન આપવાનો શું મતલબ છે.

READ ALSO

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!