ટીએમસીએ સોમવારે જ નિર્દેશ આપી દીધો છે કે સંસદનું આગામી શિયાળુ સત્ર તોફાની રહેશે. તેણે જણાવ્યું હતું કે વિપક્ષે ભારતને ચૂંટાયેલી સરમુખત્યારસાહીનો ભોગ બનતા અટકાવવું જોઈએ. કેબિનેટ કમિટી ઓફ પાર્લામેન્ટ અફેર્સે સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર દરમિયાન યોજવાની ભલામણ કરી છે.
ટ્વિટર પર ટીએમસીના રાજ્યસભાના નેતા ડેરેક ઓ બ્રાયને જણાવ્યું હતું કે ઇડી અને સીબીઆઇના ડિરેક્ટરનો કાર્યકાળ બેથી પાંચ વર્ષ વધારવાના વટહુકમ લાવીને સરકારે સત્ર બે સપ્તાહ વહેલા જ શરૂ કરી દીધું છે. વિપક્ષોએ દેશને ચૂંટાયેલી સરમુખત્યારશાહીને રોકવા બધા પગલાં લેવા જોઈએ.
સીબીઆઇને કેન્દ્રનો પાંજરે પુરાયેલો પોપટ ગણાવ્યો હતો

ઓ બ્રાયને તેમના ટ્વિટમાં પેરોટનું સ્ટિકર લગાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે 2013ના ચુકાદામાં સીબીઆઇને કેન્દ્રનો પાંજરે પુરાયેલો પોપટ ગણાવ્યો હતો તેને ધ્યાનમાં રાખીને ઓ બ્રાયને આ સ્ટિકર લગાવ્યું હતું. સીબીઆઇ હંમેશા તેના માલિકની જ ભાષા બોલે છે. ટીએમસીએ રાજ્યસભામાં સીબીઆઇ અને ઇડીના કાર્યકાળમાં કરાયેલા વધારા સામે વાંધો ઉઠાવ્યો હતો.ં
તેમનો પક્ષ આગામી સત્રમાં ઇડી અને સીબીઆઇના ડિરેક્ટરનો કાર્યકાળ વધારવામાં આવ્યો તે પગલા સામે વાંધો ઉઠાવશે.આ ઉપરાંત તે ફુગાવો, ખેડૂતોના વિરોધ પ્રદર્શન અને બીએસએફના અધિકાર ક્ષેત્રમાં વધારા જેવા મુદ્દા પણ ઉઠાવશે, તેમ જણાવ્યું હતું. ટીએમસીના લોકસભાના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે હજી તો શિયાળુ સત્ર શરૂ પણ થયું નથી ત્યારે કેન્દ્ર સરકાર શા માટે વટહુકમ પર ભાર મૂકી રહી છે.
શિયાળુ સત્ર આગામી સપ્તાહમાં જ શરૂ થશે

શું સંસદનું શિયાળુ સત્ર આગામી સપ્તાહમાં જ શરૂ થવાનું છે. સીબીઆઇ અને ઇડીના ડાયરેકટરોનો સમયગાળો વધારવાની બાબતની સંસદમાં ચર્ચા થઈ શકી હોત. અમે સંસદમાં આ મુદ્દો ઉઠાવીશું અને આવા ઘણા મુદ્દાની ચર્ચા થશે.
પીગાસસ વિવાદ પણ ઉઠાવવામાં આવશે. સરકાર આ મુદ્દે ચર્ચા ટાળી ન શકે. પણ અમારી વ્યૂહરચના અંગે નિર્ણય અમારા પક્ષના વડા અને સંસદીય પક્ષના વડા મમતા બેનરજી લેશે. બેઠક દરમિયાન અન્ય વિપક્ષો સાથે મળીને ફ્લોર સંકલન વ્યૂહરચના પર પણ વિચારવિમર્શ કરવામાં આવશે.
Read Also
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે
- ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન