GSTV
Home » News » પરિણામ પછીની રણનીતિ અત્યારથી નક્કી કરશે વિરોધ પક્ષો, તાબડતોબ શરૂ કરી છે આ તૈયારીઓ

પરિણામ પછીની રણનીતિ અત્યારથી નક્કી કરશે વિરોધ પક્ષો, તાબડતોબ શરૂ કરી છે આ તૈયારીઓ

લોકસભા ચૂંટણીના બે દિવસ પહેલા આવતીકાલે વિરોધ પક્ષના નેતાઓની આજે બેઠક મળશે. આ બેઠકમાં કોંગ્રેસ વતી એહમદ પટેલ, ગુલામનબી આઝાદ, એનસીપી વતી શરદ પવાર, ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ, બસપાના સતિશચંદ્ર મિશ્રા, સીપીઆઇ(એમ)ના સિતારામ યેચુરી, સીપીઆઇના ડી રાજા અને તૃણમુલના ડેરેક ઓબ્રેન હાજર રહેશે. બીજી તરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહના નેતૃત્ત્વમાં એનડીઓેના નેતાઓની પણ બેઠક મળશે.

વીવીપેટી સ્લીપ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો અમલ સારી રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ વિરોધ પક્ષના નેતાઓ આવતીકાલે ચૂંટણી પંચને મળશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે લોકસભા ચૂંટણીની મતગણતરી કરતી વખતે દરેક વિધાનસભાના પાંચ મતદાન મથકોમાં ઇવીએમના પરિણામની સરખામણી વીવીપેટ સ્લીપ સાથે કરે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના અમલને કારણે અંતિમ પરિણામો જાહેર થવામાં વિલંબ થઇ શકે છે. 

Tripura West Lok Sabha

આવતીકાલે મળનારી બેઠકમાં જો એનડીએને બહુમતી ન મળે તો તેવા કિસ્સામાં આગળ શું કરવું તે અંગે ચર્ચા કરવામાં આવશે.

VVPAT lok sabha

વિરોધ પક્ષના નેતાઓ માગ કરી છે કે કોઇ એક બૂથમાં ઇવીએમના પરિણામ અને વીવીપેટ સ્લીપનો તાળો ન મળે તો તે વિધાનસભાના તમામ બૂથમાં ઇવીએમના પરિણામની વીવીપેટ સ્લીપ સાથે સરખામણી કરવામાં આવે.

Read Also

Related posts

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ બુધવારે અંતરિક્ષના ક્ષેત્રમાં રચશે નવો ઈતિહાસ

pratik shah

ગોધરા કાંડ : બુધવારના રોજ પ્રદીપસિંહ જાડેજા તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 ગૃહમાં રજૂ કરશે

Nilesh Jethva

નિર્ભયા ગેંગરેપ : દુષ્કર્મના આરોપીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી પુનર્વિચાર અરજી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!