GSTV

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ચોમાસુ સત્રમાં વિપક્ષી દળના વ્યવહાર પર નિશાન સાધ્યુ, કહ્યું-લોકતંત્ર માટે આ અયોગ્ય

સત્ર

Last Updated on August 16, 2021 by Damini Patel

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી દળના વ્યવહાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ છે કે સંસદમાં વિપક્ષી પાર્ટીઓએ અતિશય દુર્વ્યવહાર કર્યો. આ ભારતીય લોકતંત્ર માટે અયોગ્ય છે. વડા પ્રધાને બંને સદનમાં મંત્રીઓનો પરિચય કરાવ્યો અને આ એક પરંપરા છે જે 70 વર્ષથી ચાલી આવી રહી છે પરંતુ પહેલીવાર વિપક્ષે આ પણ થવા દીધુ નહીં.

આ જ કારણ છે કે અમે કાર્યવાહીની માગ કરી અને તેના નિવારણની જરૂર છે. અમે કેરળ વિધાનસભા મુદ્દે માનનીય સુપ્રીમ કોર્ટના અત્યંત આકરા નિર્ણય અને કડકાઈ માટે આભારી છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે કેટલાક સભ્યોને પોતાના કાર્યોના પરિણામ ભોગવવા પડશે.

ચોમાસુ

ચોમાસુ સત્રમાં વિપક્ષ તરફથી હોબાળો

ચોમાસુ સત્રમાં વિપક્ષ તરફથી હોબાળો સતત જારી રહેવાના કારણે લોકસભાની કાર્યવાહી 11 ઓગસ્ટે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાઈ હતી. ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનુ હતુ. પેગાસસ જાસૂસી વિવાદ, કૃષિ કાયદા અને અન્ય વિષયો પર વિપક્ષનો હોબાળો 19 જુલાઈએ સત્ર શરૂ થયા બાદ સતત જારી હતો. આ જ કારણથી સદનની કાર્યવાહી વારંવાર બાધિત થઈ.

વિપક્ષના હોબાળાના કારણે ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં માત્ર 22 ટકા, રાજ્યસભામાં 28 ટકા કામકાજ થયુ. 96 કલાકમાં લગભગ 74 કલાક બરબાદ થયા. સંસદની કાર્યવાહી ચલાવવામાં એક દિવસનો ખર્ચ લગભગ દોઢ કરોડ રૂપિયા આવે છે. આ જનતાના રૂપિયાની બરબાદી કરવા જેવુ છે.

ગોયલે આરોપ લગાવ્યો કે આ વ્યવહાર પૂર્વ આયોજીત રણનીતિના નિર્ણયનુ પરિણામ હતુ જેની તૈયારી સત્ર શરૂ થયા પહેલા જ કરી દેવાઈ હતી.

Read Also

Related posts

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel

પાકિસ્તાનના હિંદુ દંપતિએ પોતાના બાળકનું એવું નામ રાખ્યું કે ચારે બાજુ થવા લાગી જોરશોરથી ચર્ચા, કહાની જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt

દાદાગીરી નહીં ચાલે: ટ્રાફિક પોલીસ 1650 બોડીવોર્ન કેમેરાથી સજજ થશે, પોલીસ કે પબ્લિકનું નહીં…છાતી પર લગાવેલા કેમેરાનું રાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!