GSTV

રાજ્યના વીજ કર્મીઓનો વિરોધ/ સરકાર સામે ઠેર ઠેર કર્મીઓએ કરી લાલ આંખ, ક્યાંક ધરણાં તો ક્યાંક હલ્લાબોલ

રાજ્યમાં લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં આજથી વીજ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. જે અંતર્ગત
સુરત જિલ્લાના કડોદરા ખાતે વીજ કંપનીના કર્મચારીઓએ હડતાળ પાડી હતી. સાતમા પગારપંચના ભથ્થા નહી મળતા કર્મચારીઓએ કચેરી બહાર સુત્રોચ્ચાર કર્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી વારંવારની લેખિક,મૌખિક રજૂઆતો કરવા છતા સરકારે કોઈ નિર્ણય ન લેતા હડતાળ પાડી હતી.

નસવાડી MGVCL કચેરીએ કર્મચારીઓ ઉગ્ર વિરોધ પ્રદશન કર્યું હતું. સાતમા પગાર પંચમાં નક્કી કરાયેલા પગાર સહિતની અન્ય માંગો મંજૂર નહી થતા વિરોધ નોંધાવ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જેટકોના કર્મચારીઓની પડતર માંગો પૂરી ન થતા વિરોધ દર્શાવ્યો હતો. સાતમા પગાર પંચના એરિયર્સ સહિતની વિવિધ માંગો પુરી ન થતાં જેટકો કચેરી પાસે વિરોધ કર્યો હતો.

સુરેન્દ્રનગરના લીંબડીમાં જેટકોના કર્મચારીઓએ પડતર માંગો પૂરી ન થતા વિરોધ કર્યો. સાતમા પગાર પંચનું એરિયર્સ સહિતની વિવિધ માંગો પુરી કરવા માંગ કરી હતી. આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

માળીયા હાટીનામાં પીજીવીસીએલ નાં સાત યુનિયનનાં ૫૦થી પણ વધારે કર્મચારીઓએ આજે સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી. ઓફીસની કચેરીમાં દેખાવો કર્યો છે અને સરકાર ટૂંક સમયમાં કોઈ ઉકેલ નહી લાવેતો ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ UGVCL અને GETCO ના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇને હડતાલ પર ઉતર્યા છે.વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારે માંગણી ન સંતોષતા 4 હજાર 500 જેટલા કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે.વિરોધ પ્રદર્શન આવરનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. રવિવારે તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે. છતાં પણ સરકાર આ મામલે કોઇ નિર્ણય નહીં લે તો 21 જાન્યુઆરીએ ગુજરાતના 45 હજારથી પણ વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે.

ધોરાજી પીજીવીસીએલ કચેરી ખાતે વીજળી કર્મચારી મહામંડળે પડતર માંગણીઓને લઇને દેખાવો કર્યા હતા. ધોરાજીમાં સો જેટલા કર્મચારીઓએ સામૂહિક દેખાવ કરી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો.વીજ કર્મીઓએ સાતમાં પગાર પંચ મુજબ એરીયર્સની ચૂકવણીની કરવાની માંગ કરી હતી.

READ ALSO

Related posts

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

Pravin Makwana

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

Bansari

હોબાળો/ અરવલ્લીના ભેમપુર ગામના 300 જણાંએ બૂથ કર્મચારીને રોકતા ખુદ MLA મતદાન મથકે દોડી આવ્યાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!