જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પાછલા વર્ષોમાં પણ પેપર ફોડવાની પરંપરા રહેલી છે. ભાજપ સરકાર દ્વારા પેપર ફોડીને પોતાના મળતીયાવોને નોકરીમાં ઘુસાડવાનું કાવતરું રચવામાં આવ્યુ છે. છેલ્લા 25 વર્ષથી લાગવગ અને પૈસાથી ગુજરાતમાં ભાજપ સરકારમાં નોકરી મળે છે.
ગુજરાતમાં વધુ એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપરલીક થયું. આ મામલે ગુજરાત એટીએસએ તાબડતોબ કાર્યવાહી કરી 16 આપીઓની ધરપકડ કરી દીધી. તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ લવાયા હતા. મુખ્ય આરોપી જીત નાયકની હૈદરાબાદથી ધરપકડ કરી. જીત નાયક પ્રિન્ટીંગ પ્રેસનો કર્મચારી છે. જીત નાયકે ઓડિશાના પ્રદીપ નાયકને પેપર આપ્યું હતું. તો આરોપી મોરારી પાસવાનની પેપર લીક કરનાર અને સોલ્વ કરનાર વચ્ચે મુખ્ય ભૂમિકા છે.
READ ALSO
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર