GSTV
Home » News » કાશ્મીરમાં અટકાયતમાં રખાયેલા નેતાઓની મુક્તિની માગ સાથે વિપક્ષો દિલ્હીમાં દેખાવો કરશે

કાશ્મીરમાં અટકાયતમાં રખાયેલા નેતાઓની મુક્તિની માગ સાથે વિપક્ષો દિલ્હીમાં દેખાવો કરશે

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવામાં આવ્યા પછી અટકાયતમાં રાખવામાં આવેલા રાજ્યના નેતાઓને તાત્કાલિક મુક્ત કરવાની માગ સાથે ડીએમકેના નેતૃત્ત્વમાં વિવિધ વિરોધ પક્ષોએ ગુરૂવારના રોજ દેખાવો કરવાનો નિર્ણય લીધો છે. ડીએમકે સાંસદ ટી આર બાલુએ જણાવ્યું હતું કે કોંગ્રેસ, સીપીઆઇ(એમ), સીપીઆઇ, તૃણમુલ કોંગ્રેસ, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ(આઇયુએમએલ) સહિતના પક્ષોએ 22 ઓગસ્ટના રોજ જંતર મંતર ખાતે યોજનારા દેખાવોમાં ભાગ લેવાની સંમતિ આપી છે.

બાલુએ પત્રકારોને જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ કે અમારા જેવી વિચારસરણી ધરાવતા તમામ પક્ષોએ આ દેખાવોમાં જોડાવું જોઇએ. જે કોઇ પણ વ્યકિત સંઘ અને લોકશાહીમાં માનતું હોય તેણે આ દેખાવોમાં જોડાવું જોઇએ. અમારી માગ છે કે છેલ્લા 14 દિવસથી અટકાયતમાં રાખવામાં આવેલા નેતાઓને મુક્ત કરવામાં આવે. અટકાયતમાં રાખવામાં આવેલા નેતાઓમાં પૂર્વ મુખ્યપ્રધાનો પણ સામેલ છે.  ડીએમકે નેતાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

 ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાહ, ઓમર અબ્દુલ્લાહ અને મેહબૂબા મુફતી તથા પૂર્વ આઇએએસ અધિકારીમાંથી નેતા બનેલા શાહ ફૈસલ સહિતના અનેક નેતાઓને છેલ્લા બે સપ્તાહથી જમ્મુ-કાશ્મીરમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે. કલમ 370 દૂર કરીને રાજ્યનો વિશેષ દરજ્જો હટાવવાના નિર્ણયની સાથે જ આ નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. જો કે સરકાર તબક્કાવાર રીતે રાજ્યમાં પ્રતિબંધ દૂર કરી રહી છે પણ અટકાયતમાં રાખવામાં આવેલા નેતાઓને ક્યારે મુક્ત કરવામાં આવશે તેના વિશે કોઇ માહિતી ઉપલબ્ધ નથી.  સીપીઆઇના મહાસચિવ ડી રાજાએ જણાવ્યું હતું કે અમે જંતર મંતર ખાતે દેખાવોમાં ભાગ લઇશું અને અમે જમ્મુ-કાશ્મીરમાં અટકાયતમાં રાખવામાં આવેલા નેતાઓને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરીશું.

Read Also

Related posts

જુના સાથીઓ વચ્ચે કોકડું ઉકેલાયું, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP વચ્ચે બેઠક વહેંચણી મુદ્દે સમજૂતી સધાઇ

Riyaz Parmar

જે લોકોએ ફરિયાદ કરી હોય તેમને પણ જવાબ રજુ કરવો પડે : હાર્દિક પટેલ

Nilesh Jethva

કન્ફર્મ! નોંધી લો તારીખ, આ દિવસે સલમાન ખાન લઇને આવશે Bigg Bossની સીઝન 13

Bansari
Do NOT follow this link or you will be banned from the site!