GSTV
Surat ગુજરાત

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં થયો હોબાળો, શિક્ષકોની કાયમી ઘટ પૂરી કરવાની માંગ સાથે વિપક્ષનો ઉગ્ર રોષ

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 310માં હોબાળો થયો હતો.

શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી મેયર દિનેશ જોધાનીનો આપના વિપક્ષી સભ્યોએ ઉધડો લીધો હતો.શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ અંગે ડેપ્યુટી મેયરને સવાલ કરવામાં આવ્યા હતા.શિક્ષકોની કાયમી ઘટ પૂરી કરવા અંગેની માંગ સાથે વિપક્ષ રોષે ભરાયું હતુ.

ડેપ્યુટી મેયરની સામે વિપક્ષી સભ્યોએ હાથમાં પ્લેકાર્ડ લઇ શિક્ષકોની ઘટ અંગે દેખાવ કર્યો હતો.વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ કહ્યું હતું કે સુરત શહેરમાં 334 જેટલી શાળાઓ આવેલી છે.જેમાં અંદાજિત 1 હજાર 500 શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે.જેના કારણે બાળકો યોગ્ય શિક્ષણ મેળવી શકે તેમ નથી.

Related posts

ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો

pratikshah

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari
GSTV