GSTV

કોર્પોરેશની બેઠકમાં હોબાળો : વિપક્ષે કહ્યું, મેયર ભેદભાવ ભરેલી નીતિથી લોકશાહીનું ખૂન કરી રહ્યા છે

અમદાવાદ કોર્પોરેશની મળેલી બજેટની બેઠકમાં વિપક્ષે હોબાળો કરતા બોર્ડ બેઠકને વહેલી સંકેલી લેવાઇ. વિપક્ષનો આક્ષેપ છે કે મેયર દ્વારા ભેદભાવની નીતિ અપનાવાવમાં આવી અને કોંગ્રેસના સભ્યોને બોલવા માટે પૂરતો સમય ફાળવવામાં આવ્યો નહીં. જનરલ બજેટ અંગેની ચર્ચા દરમિયાન ભાજપના કાર્પોરેટર બિપિન સિક્કા પોતાના સંબોધનમાં બજેટ બહારની ચર્ચા કરતા વિપક્ષી નેતા દિનેશ શર્માએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના સભ્યોને માત્ર બજેટ ઉપર જ બોલવાનું સૂચન કરવામાં આવે છે. તેમજ તેમને બોલવા માટે ઓછો સમય ફાળવવામાં આવે છે.

જ્યારે કે શાસક પક્ષના કોર્પોરેટ બજેટ બહારની ચર્ચા કરવાની સાથે વધુ સમય લે છે. છતા તેમને અટકાવવામાં આવતા નથી.. જે બાદ બોર્ડની બેઠકમાં હોબાળો શરૂ થઇ ગયો. અને બજેટ સિવાયની ચર્ચા કરે છે છતાં પણ તેઓને અટકાવવામાં આવતાં નથી. આમ આ મુદ્દે ને લઈને હોબાળો થયો અને બજેટ મંજુર કરી દેવામાં આવ્યું વિપક્ષનો આક્ષેપ છે કે મેયર બોર્ડમાં ભેદભાવ ભરેલી નીતિ અપનાવી રહ્યા છે લોકશાહીનું ખૂન કરી રહ્યા છે.

કોઈને પણ શહેરના પ્રશ્નોમાં સરસ નથી.

દર મહિને મળતી સામાન્ય સભામાં હોબાળો થતો જ હોય છે, પરંતુ વર્ષે એકવાર બોલાવવામાં આવતી બજેટ બોર્ડ બેઠકમાં પણ હોબાળો કરવામાં આવે છે. બજેટ બેઠકમાં ચર્ચા દરમિયાન કાઉન્સીલરો ઊંઘતા પણ જોવા મળે છે એટલે કહી શકાય કે ભાજપ કે કોંગ્રેસ કોઈને પણ શહેરના પ્રશ્નોમાં સરસ નથી. પરંતુ હોબાળો કરવામાં અને ચર્ચામાં રહેવામાં રસ છે.

READ ALSO

Related posts

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલનો સુરક્ષા ખર્ચ અમેરિકા નહી ઉઠાવે : પ્રમુખ ટ્રંપ

pratik shah

Coronaનો ડર : એક, બે નહીં ચાર વાર કરાયો રિપોર્ટ , રિઝલ્ટ એક જ કોરોના પોઝિટીવ

Bansari

અમદાવાદમાં ધાબા પર એકઠા થયેલાં શખ્સો સામે ગુનો દાખલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!