GSTV
Finance Trending

3 લાખ રૂપિયા સુધી કમાવવાની મળી રહી છે તક, બહુજ ઓછા પૈસા લગાવીને શરૂ કરો આ બિઝનેસ

પ્રદૂષણ અને ઘણી ગંભીર બિમારીઓથી બચવા માટે નેચરલ પ્રોડક્ટસ અને દવાઓનું બજાર સતત તેજીથી વધી રહ્યુ છે. સાથે જ તેમાં લાગતા નેચરલ પ્રોડક્ટ્સની માંગ પણ તેજીથી વધી રહી છે. તેમાં ખર્ચો તો ઘણો ઓછો છે જ અને લાંબા સમય સુધી કમાણી સુનિશ્ચિત હોય છે.

મેડિસિનલ પ્લાન્ટની ખેતી માટે ન તો મોટા ફાર્મની જરૂર છે અને ના તો કોઈ ઈન્વેસ્ટમેન્ટની જરૂર છે. આ ફાર્મિંગ માટે ખેતી કરવાની પણ જરૂર નથી. આને તમે કોન્ટ્રાક્ટ પર લઈ શકો છો. આજકાલ ઘણી કંપનીઓ કોન્ટ્રાક્ટ પર દવાઓની ખેતી કરાવી રહી છે.આની ખેતી શરૂ કરવા માટે તમારે અમુક હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે અને સામે લાખોમાં કમાણી કરી શકો છો.

અમુક છોડોને નાના-નાના કુંડામાં ઉગાડી શકાય

સૌથી વધારે હર્બલ પ્લાન્ટ જેવાકે, તુલસી, આર્ટીમીસિયા અન્નુઆ, મૂલેઠી, એલોવેરા વગેરે ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આમાથી અમુક છોડોને નાના-નાના કુંડામાં ઉગાડી શકાય છે. તેની ખેતી શરૂ કરવા માટે તમારે અમુક હજાર રૂપિયા ખર્ચ કરવાની જરૂર છે. પરંતુ કમાણી લાખોમાં થાય છે. હાલનાં દિવસોમાં ઘણી એવી દવાઓ દેશમાં છે જે પાક ખરીદવાનો કોન્ટ્રાક્ટ પણ કરે છે જેનાંથી સુનિશ્ચિત કમાણી થાય છે.

સામાન્ય રીતે તુલસીને ધાર્મિક મામલા સાથે જોડવામાં આવે છે. પરંતુ મેડિસિનલ ગુણવાળી તુલસીની ખેતીથી કમાણી કરી શકાય છે. તુલસીનાં ઘણા પ્રકાર હોય છે. જેમાં યૂઝીનોલ અને મિથાઈલ સિનામેટ હોય છે. તેના ઉપયોગથી કેન્સર જેવી ગંભીક બિમારીઓની દવાઓ બનાવવામાં આવે છે. 1 હેક્ટરમાં તુલસી ઉગાડવામાં ફક્ત 15 હજાર રૂપિયા ખર્ચ થાય છે. પરંતુ, 3 મહિના બાદ જ આ પાક લગભગ 3 લાખ રૂપિયા સુધી વેચાઈ જાય છે.

આ કંપનીઓ કરાવી રહી છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ

પતંજલિ, ડાબર, વૈદ્યનાથ વગેરે આયુર્વેદ દવાઓ બનાવતી કંપનીઓ દ્વારા પણ તુલસીની ખેતીનો કરાર કરાવી રહી છે. જેઓ પાકને ફક્ત પોતાના માધ્યમથી જ ખરીદે છે. તુલસીના બીજ અને તેલનું મોટું બજાર છે. દરરોજ તેલ અને તુલસીના બીજ નવા દરે વેચાય છે.

ટ્રેનિંગ લેવી છે જરૂરી

ઔષધીય છોડની ખેતી માટે, જરૂરી છે કે તમારી પાસે સારી ટ્રેનિંગ હોવી જોઈએ જેથી તમે ભવિષ્યમાં છેતરાઈ ન શકો. લખનૌની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ આ છોડની ખેતી માટેની તાલીમ પૂરી પાડે છે. ડ્રગ કંપનીઓ સીમૅપના માધ્યમથી તમારી સાથે કરાર પણ કરી શકે છે, તેથી તમારે ફરવાની જરૂર નહીં પડે.

READ ALSO

Related posts

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu

Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત

Vishvesh Dave

Indian Railways / ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જ ખોવાઈ જાય ટિકિટ તો તરત જ કરો આ કામ, મુસાફરી ન કરવા પર મળશે રિફંડ!

Vishvesh Dave
GSTV