GSTV

સામે આવી Oppoની પહેલી સ્માર્ટવોચની તસ્વીર, આવો છે લુક અને આ છે ફિચર્સ

Oppoની પહેલી સ્માર્ટવોચ ઓનલાઈન લીક થઈ ચુકી છે. લીકમાં તેની ડિઝાઈન ડિટેલ અને મેજર ફિચર્સ સામે આવ્યા છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે Oppo Find X2ની સાથે 6 માર્ચે ઓપ્પો વોચને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. આ સ્માર્ટવોચના ટીઝરમાં જોઈ શકાય છે કે તેમાં એપલ વોચથી ઈન્સ્પાયર્ડ ડિઝાઈન આપવામાં આવી છે. સાથે જ તેમાં કર્વ્ડ સ્ક્રીન, 3D ગ્લાસ પ્રોટેક્શન અને એનાલોગ વોચ જેવા વોચફેસ પણ હાજર છે.

સાઈડમાં આપવામાં આવ્યા છે બટન્સ

જે તસ્વીર લીક થઈ છે તેમાં કર્વ્ડ એજેજની સાથે સ્ક્વેર શેપ વાળુ ડાયલ, એક બ્લેક સિલિકોન સ્ટ્રેપ અને સ્ક્રીન પર સેટિંગ પેજને જોઈ શકાય છે. પોપ્યુલર ટિપ્સ્ટર ડિઝિટલ ચેટ સ્ટેશનને લોન્ચ પહેલા ઓપ્પો વોચની તસ્વીર શેર કરી છે. જે તસ્વીર શેર કરવામાં આવી છે તેમાં એ સમજાઈ રહ્યું છે કે અહીં સાઈડમાં ફિઝીકલ બટન્સ હાજર રહેશે. જે યુઝર્સની જરૂરતના હિસાબથી કસ્ટમાઈઝ થઈ શકશે.  

આ રીતે હશે ડિઝાઈન

સાથે જ આ વોચમાં બેટરી કસ્ટમાઈઝેશન ઓપ્શન અને પાસવર્ડ ઓપ્શન શામેલ રહેશે. આ ઓપ્શનથી સમજી શકાય છે કે જો યુઝર્સ ઈચ્છે તો પોતાની વોચને લોક કરી શકે છે. ઓપ્પો વોચના ડિઝાઈનની વિશે વાત કરીએ તો આ પહેલી લીક્ડ તસ્વીર સાથે મળતી આવે છે. જોકે કંપની વધુ બીજા બેન્ડ ઓપ્શન લોન્ચ વખતે ઓફર કરી શકે છે.

ગોલ્ડ અને ક્રીમ સ્ટ્રેપ

Oppo ના VP Brian Shen દ્વારા શેર કરેલ જુની તસ્વીરની વાત કરીએ તો તેમાં ગોલ્ડ અને ક્રીમ સિલિકોન સ્ટ્રેપની સાથે મેટલ એજેજને જોવામાં આવી હતી. સાથે જ ત્યાં સાઈડમાં બે ફિઝિકલ બટન પણ હાજર હતા. આટલું જ નહીં તસ્વીરમાં પણ જોઈ શકાય છે કે બાકી જાણકારી લોન્ચ બાદ પણ સામે આવી શકશે.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!