GSTV
Home » News » Oppo લોન્ચ કરી શકે છે પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન

Oppo લોન્ચ કરી શકે છે પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલ છે કે આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાનારા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019માં કંપની પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. કેટલાંક રિપોર્ટમાં એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે ઓપ્પો એક 5જી સપોર્ટવાળા સ્માર્ટફોન પર પણ કામ કરી રહી છે. ઓપ્પોના 5જી સ્માર્ટફોનની લોન્ચિંગ યૂરોપિયન બજારમાં આગામી વર્ષના મધ્ય સુધી થઈ શકે છે.

Tweakers.netની રિપોર્ટ મુજબ, ઓપ્પોના પ્રોડક્ટ મેનેજર ચક વેન્ગે જાતે કહ્યું કે કંપની એક ફોલ્ડેબલ સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ કરશે, જોકે, તેમણે કંપનીના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોનની સ્પેસિફિકેશન અને તૈયારી અંગે કોઈ માહિતી આપી નથી.

Tweakersના રિપોર્ટમાં એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે ચક વેન્ગે વર્ષ 2019માં 5જી નેટવર્ક સપોર્ટવાળો સ્માર્ટફોન પણ લૉન્ચ કરવાનું કહ્યું છે. ઓપ્પોના 5જી ફોન કંપનીના પ્રીમિયમ સીરીઝ ફાઈન્ડ સીરીઝ હેઠળ લૉન્ચ થશે. સાથે જ કંપની 2020 સુધી એક એવો સ્માર્ટફોન લૉન્ચ કરશે, જેની ડિસ્પ્લેમાં એક છિદ્ર હશે જેમાં સેલ્ફી કેમેરા હશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સેમસંગે આ મહિનાની શરૂઆતમાં પોતાના ડેવલપર કોન્ફરન્સમાં ફોલ્ડેબલ સ્માર્ટફોનની પ્રથમ ઝલક બતાવી છે. સેમસંગે આ ફોનમાં ઉપયોગમાં લીધેલી ટેકનોલોજીનું નામ ઇનફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે આપ્યું છે. આ ફોનને આખો ખોલવાથી ટેબલેટ જેવી મોટી ડિસ્પ્લે મળશે અને વાળવાથી તમારા ખિસ્સામાં સમાઈ જશે. આ ફોલ્ડેબલ ફોનમાં મુખ્ય ડિસ્પ્લે 7.3 ઈંચની છે, તો બીજી ડિસ્પ્લે 4.6 ઈંચની છે.

READ ALSO

Related posts

વડોદરામાં લોકસભાની ચૂંટણીની મતગણતરીને લઈને પોલીસ અને ચૂંટણી તંત્રએ કરી આ તૈયારી

Nilesh Jethva

ઉનાળાની રજાઓમાં ફરી આવો કાશ્મીર, તમારા ખિસ્સાને પરવડે તેવું છે IRCTCના આ ખાસ પેકેજ

Bansari

યમનના હુત્તી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!