નવરાત્રિમાં OPPOની ગ્રાહકોને મોટી ભેટ : લોન્ચ કર્યો ઓપ્પો કે-1, જોરદાર છે ખાસિયાતો

ઓપ્પોએ પોતાની કે-સીરીઝનો પ્રથમ સ્માર્ટફોન ઓપ્પો કે1 લોન્ચ કર્યો છે. ઓપ્પો કે1ની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં આપવામાં આવેલું ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર. આ સિવાય Oppoના આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમ, 25 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને બે રિયર કેમેરા જેવી ક્વોલિટી પણ છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે Oppo K1 એક મિડ-રેન્જ સ્માર્ટફોન છે. ઓપ્પો કે1ની 4 જીબી રેમ/64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1599 ચીની યુઆન (લગભગ 17,100 રૂપિયા) છે. તો 6 જીબી રેમ/ 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટ 1799 ચીની યુઆન (લગભગ 19,300 રૂપિયા)માં મળશે. સ્માર્ટફોન મોકા રેડ અને વેન ગો બ્લૂ કલરમાં મળશે.

ઓપ્પો કે1 માટે ચીનમાં પ્રી-ઓર્ડર્સ  શરૂ થયુ છે અને તેનું વેચાણ 19 ઓક્ટોબરથી શરૂ થશે. ઓપ્પો કે1 એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ કલર 5.2 ઓએસ પર ચાલે છે. સ્માર્ટફોનમાં 6.4 ઈંચ (1080*2430 પિક્સ્લ) ફૂલ એચડી+ ડિસ્પ્લે છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે.  સ્ક્રીન-ટૂ-બૉડી રેશિયો 91 ટકા છે. ફોનમાં ઑક્ટા-કોર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે, જે 2.2 ગીગાહર્ટઝ પર ચાલે છે. ફોન 4 જીબી રેમ અને 6 જીબી રેમના બે વિકલ્પમાં મળે છે.

ફોટોગ્રાફીની વાત કરીએ તો ઓપ્પો કે1માં 16 મેગાપિક્સલ પ્રાઈમરી અને 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં આગળની બાજુ 25 મેગાપિક્સલ સેલ્ફી સેન્સર છે. ઓપ્પો કે1માં 64 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે, જેનાથી માઈક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોનમાં 4જી વીઓએલટીઈ, વાઈફાઈ 802.11 એ/જી/બી/એન/સી, બ્લૂટૂથ 5.0, જીપીએસ અને ગ્લોનાસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે અને આ 3ડી બેંક સાથે આવે છે. ઓપ્પો કે1માં બેટરી આપરવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter