GSTV
Home » News » Oppoના આ 3 દમદાર સ્માર્ટફોન્સ થયાં સસ્તા, આકર્ષક છે નવી કિંમત

Oppoના આ 3 દમદાર સ્માર્ટફોન્સ થયાં સસ્તા, આકર્ષક છે નવી કિંમત

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ પોતાના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ફોન Oppo A83 (2018), Oppo F9 અને Oppo F9 Pro છે. આ મહિનાની શરૂઆતમાં જ Oppo A5 અને Oppo A3sની કિંમતમાં પણ ઘટાડો થયો છે. કંપનીએ તાજેતરમાં જ Oppo A83 (2018), Oppo F9 અને Oppo F9 Proની કિંમતોમાં 2 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે.

Merry Christmas અને New Year 2019  Special Offer હેઠળ આ સ્માર્ટફોનની કિંમત ઘટાડવામાં આવી છે. જણાવી દઇએ કે આ ઑફર 31 જાન્યુઆરી 2019 સુધી માન્ય છે. ગ્રાહકો ઓનલાઇન અને ઑફલાઇન આ સ્માર્ટફોન્સને નવી કિંમતે ખરીદી શકે છે.

Oppo F9

Oppo F9ની કિંમત

 Oppo F9 ને 19,990 રૂપિયામાં લૉન્ચ કરનામાં આવ્યો હતો. પરંતુ હવે આ સ્માર્ટફોન 16,990 રૂપિયામાં મળી રહ્યો છે. ઓક્ટોબરમાં આ સ્માર્ટફોનની કિંમતમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો હતો.

Oppo F9ના ફિચર્સ

Oppo F9 પ્રો ત્રણ કલર વેરિએન્ટ્સમાં મળશે જેમાં સનરાઇઝ રેડ, ટ્વિલાઇટ બ્લૂ અને સ્ટેરી પર્પલ કલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત Oppo F9 પ્રોમાં ડ્યુઅલ રેર કેમેરા આપવામાં આવશે અને બેક પેનલ પર જ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. સાથે જ iPhone Xની જેમ જ કટ-આઉટ પણ મળશે. ફોનમાં યૂએસબી ટાઇપ ચાર્જિંગ પોર્ટ, 3.5 એમએમનો હેડફોન જેક તથા VOOC ફ્લેશ ચાર્જિંગ જેવા ફિચર્સ આપવામાં આવી રહ્યાં છે. આ ફ્લેશ ચાર્જિંગને લઇને કંપનીનું કહેવું છે કે 5 મિનિટની ચાર્જિંગમાં 2 કલાક સુધીનું બેટરી બેકઅપ મળશે.

Oppo F9 પ્રોના અન્ય ફિચર્સની વાત કરીએ તો તેમાં એન્ડ્રોઇડ ઑરિયો 8.1ની સાથે 6.3 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત તેમાં 2.0HHzનું મીડિયાટેક હિલિયો પી60 ઓક્ટાકોર પ્રોસેસર, 4જીબી રેમ તથા 64 જીબીની સ્ટોરેજ મળશે. જેને મેમરી કાર્ડ દ્વારા એક્સપાન્ડ કરી શકાશે.

આ ફોનમાં ડ્યુઅલ રેર કેમેરા સેટઅપ મળશે જેમાં એક કેમેરા 16 મેગાપિક્સલ અને બીજો 2 મેગાપિક્સલનો હશે સાથે જ ફ્રન્ટ કેમેરા 25 મેગાપિક્સલનો હશે.

ફોનમાં 3500mAhની બેટરી અને કૉર્નિંગ ગોરીલા ગ્લાસ 6નું પ્રોટેક્શન મળશે. ઉલ્લેખનીય છે કે ગોરિલા ગ્લાસ 6 તાજેતરમાં જ  લૉન્ચ થયો હતો જેને લઇને કંપનીએ દાવો કર્યો હતો કે 15 વાર પડ્યા પછી પણ ફોનની ડિસ્પ્લે નહી તૂટે. આ સાથે જ ગોરિલા ગ્લાસ 6 આપનાર દુનિયાની પહેલી કંપની ઓપ્પો બની જશે.

Oppo F9 Pro

Oppo F9 Proના ફિચર્સ

6.30 ઇંચ સ્ક્રીન કદ, મીડિયાટેક હેલ્લીઓ, પી 60 પ્રોસેસર, 6 જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ મેમરી, 25 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા, એન્ડ્રોઇડ ઓરિઓ ઓપરેટિંગ સપોર્ટ, 3500 MAH બેટરી.

આમાં તમને  LTPS IPS એલઇડી ડિસ્પ્લે મળશે, જે 6.30 ઇંચની છે અને તેમાં તમને મલ્ટિ ટચની સુવિધા પણ મળે છે.0020જો આપણે આ ડિસ્પ્લેની રિઝોલ્યુશનની વાત કરીએ તો તેમાં તમને 1080 X 2340 પિક્સેલ્સ એક જબરદસ્ત ડિસ્પ્લે મળશે. આ સ્માર્ટફોન તમને Notch ડિસ્પ્લે સાથે મળી શકે છે કે, જે આ સ્માર્ટફોન માટે તમારો નજારો બદલી નાખશે, આ સુંદર સ્માર્ટફોનની બહેતર ડિસ્પ્લેનું રક્ષણ “કોર્નિંગ ગોરિલ ગ્લાસ 6” કરશે. જેના માટે પ્રોટેક્શન લેયર મળશે.

તેમાં તમને બે રીઅર કેમેરા મળે છે. 16 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો. જેમાં તમને પોટ્રેટ મોડ અને એચડીઆર મોડ બેક કેમેરો સાથે તમને એલઆઈડી ફ્લેશ લાઇટ મળે છે. જ્યારે વીડિયો રેકોર્ડિંગ કરો ત્યારે 1080Pની Fameની વાત કરવામાં આવે તો 30@fpsના હિસાબે રેડરિંગ થશે. એટલે કે તમામ કેમેરા થઇને તેની સાઇઝ 25 મેગાપિક્સલની થઇ જાય છે. જેની મૂન લાઇટ ફ્લેશમાં પણ તમને 1080Pની વીડિયો રેકોર્ડિંગ થઇ શકે છે.

આમાં તમે ઓક્ટા કોર પ્રોસેસર મેળવશો જે MediaTek 6771 Helio P60, ની છે. તેમાં તમને Z72 ગ્રાફિક્સ મળશે. 6 જીબી રેમ, અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આ સ્માર્ટફોન તમને મળશે. જો તમે ઇચ્છો તો ઇન્ટરનલ મેમરીને વધારીને 128 જીબી સુધી કરી શકો છો.

આ ફોનમાં તમને 3500 MAHની એક ફાસ્ટ ચાર્જિંગ બેટરી મળશે. જે તમને આખા 1 દિવસ સુધી ચાર્જિંગથી દૂર રાખશે, તેમાં તમે પ્રોટેક્શન અને પ્રાઇવેસી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સેન્સર પણ મળશે.

Oppo A83

Oppo A83 (2018)ની કિંમત

ફોન Oppo A83 (2018)ની કિંમત અગાઉ 8,990 રૂપિયા હતી અને હવે તમે આ સ્માર્ટફોન 8,490 રૂપિયામાં ખરીદી શકો છો.

Oppo A83ના ફીચર્સ


– 5.7 ઇંચની એચડી+ સ્ક્રીન
– સ્ક્રીનનો એસ્પેક્ટ રેશિયો 18:9નો છે
– 3 જીબી રેમ
– 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 128 જીબી સુધી એક્સ્પાન્ડેબલ
– ઓપ્પો એ83માં LED ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા 
– 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા 
– ફોનમાં ફેસ અનલોક ફીચર છે. 
– કંપનીનો દાવો છે કે, ફેસ અનલોક ફીચર 0.18 સેકન્ડમાં ફોન અનલોક કરે છે
– 3180 mAH બેટરી

Read Also

Related posts

સલમાન ખાનની દબંગ 3નું પહેલુ પોસ્ટર થયુ રિલીઝ, રણબીર કપૂર પર ભારે પડશે ચુલબુલ પાંડે

Mansi Patel

મહિલા સાથે સેક્સ સંબંધો બાંધવા સમયે યુવકે એવું કંઇક કર્યું કે કોર્ટે 12 વર્ષની ફટકારી સજા

Path Shah

ISSF વર્લ્ડકપ : ભારતીય શૂટરોએ મિક્સ ઈવેન્ટમાં ડબલ ગોલ્ડ જીત્યા

Mansi Patel