GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

રિટેલર્સનો મેકર કંપની પર આરોપ, કહ્યું-ઓપ્પો ફક્ત ઓનલાઇન પ્લેટફોર્મને ફોન ઉપલબ્ધ રહી

સેલ ફોન રિટેલર્સની સંસ્થાએ ચીનની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પો પર આરોપ મૂક્યો છે કે તે પોતાના મોડેલ ફક્ત ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા જ વેચાણ કરી રહી છે. આમ કરીને તે અયોગ્ય ટ્રેડ પ્રેક્ટિસ કરી રહી છે તેમ ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું છે.

એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે તે યોગ્ય વહેંચણી કરવા અંગેની કટિબદ્ધતાનું અમલ કરી રહી નથી. બીજી તરફ ચાઇનિઝ મોબાઇલ મેકર ઓપ્પોએ દલીલ કરી છે કે સમગ્ર વિશ્વમાં ચિપની અછતને કારે તે રિટેલ સ્ટોર્સમાં માલ ઉપલબ્ધ કરાવી શકતી નથી.

oppo

ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશને આરોપ મૂક્યો છે કે હેન્ડસેટના મેન્યુફેકચર તેના સભ્યોને યોગ્ય સહકાર આપી રહ્યાં નથી. પક્ષપાતી વલણ દાખવવા બદલ મોબાઇલ રિટેલર્સે રાષ્ટ્ર વ્યાપી દેખાવો કરવાનું નક્કી કર્યુ છે.

એસોસિએશને ઓપ્પો ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એલવીસ ઝોઉને પત્ર લખીને જણાવ્યું છે કે રિટેલ સ્ટોર્સમાં મોબાઇલ ફોન ઉપલબ્ધ નહીં કરાવીને કંપની પક્ષપાતી વલણ દાખવી રહી છે. જેના કારણે દેશના અર્થતંત્રને નુકસાન થવાનો ખતરો ઉભો થયો છે.

ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન (એઆઇએમઆરએ) ના સમગ્ર દેશમાં ૧.૫ લાખ રીટેલરો સભ્ય છે.

આ પત્રમાં એઆઇએમઆરએના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદર સિંહ ખુરાનાએ જણાવ્યું છે કે તમે વચન આપ્યું હોવા છતાં અમારી જાણમાં આવ્યું છે કે નવા મોડેલ ફક્ત ઓનલાઇન પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. જેના કારણે મોબાઇલના રીટેલ વેચાણને ફટકો પડી રહ્યો છે અને ઓનલાઇન વેચાણને વેગ મળી રહ્યો છે.

Read Also

Related posts

પંચાંગ તા.2-12-2022, શુક્રવાર: આજે માગશર સુદ દસમ, જાણો આજના ચોઘડિયા અને શુભ મુહૂર્ત

Kaushal Pancholi

‘જો પુતિન યુક્રેન યુદ્ધનો અંત લાવવા માંગે તો વાટાઘાટો કરવા તૈયાર’ : મેક્રોન અને બિડેનનું સંયુક્ત નિવેદન

Padma Patel

02 ડિસેમ્બર, 2022: આજે વાહન સાચવીને ચલાવે આ રાશિના જાતકો, જાણો કેવો રહેશે તમારો શુક્રવાર

Kaushal Pancholi
GSTV