GSTV
Home » News » 25MP સેલ્ફી કેમેરા સાથે Oppo K1 ભારતમાં લૉન્ચ, ઓછી કિંમતમાં મળશે આ ખાસ ફિચર

25MP સેલ્ફી કેમેરા સાથે Oppo K1 ભારતમાં લૉન્ચ, ઓછી કિંમતમાં મળશે આ ખાસ ફિચર

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ ભારતમાં નવી સીરીઝ હેઠળ પોતાનો નવો સ્માર્ટફોન Oppo K1 લૉન્ચ કરી દીધો છે. Oppo K1ની ખાસિયતોની વાત કરીએ તો તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેંસર મળશે. આ ઉપરાંત ફોનમાં શાનદાર ગેમિંગ એક્સપીરિયન્સ માટે હાઇપર બૂસ્ટ ટેક્નોલોજી આપવામાં આવી છે.

Oppo K1ની કિંમત

Oppo K1ની કિંમતની વાત કરીએ તો આ ફોન 4જીબી રેમ તથા 64જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં મળશે જેની કિંમત 16,990 રૂપિયા છે. આ ફોન એસ્ટ્રલ બ્લ અને પિયાનો બ્લેક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. Oppo K1નું વેચાણ 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે શરૂ થશે.

Oppo K1ની લૉન્ચિંગ ઑફર્સ

લૉન્ચિંગ ઑફર્સની વાત કરીએ તો સીટી બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્જથી પેમેન્ટ કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત 1 રૂપિયામાં ફ્લિપકાર્ટ તરફથી બાયબેક ગેરેન્ટી મળશે.

Oppo K1ના સ્પેસિફિકેશન્સ

ફોનના ફિચર્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ અને એન્ડ્રોઇડ ઓરિયો આધારિત ColorOS 5.2 આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફોનમાં 6.4 ઇંચની ફુલ એચજી પ્લસ ડિસ્પ્લે છે. Oppo K1માં ક્વૉલકૉમ ઓક્ટાકોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર, ગ્રાફિક્સ માટે એડ્રેનો 512 GPU છે. ફોનમાં 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે.

Oppo K1નો કેમેરા

Oppo K1માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં એક કેમેરા 16 મેગાપિક્સલનો અને બીજો 2મેગાપિક્સલનો છે. ફ્રન્ટ કેમેરા 25 મેગાપિક્સલનો છે. બંને કેમેરા સાથે ફ્લેશ લાઇટ મળશે. સાથે જ આ ફોનમાં 3600 એમએએચની બેટરી છે અને કનેક્ટીવીટી માટે તેમાં 4G VoLTE, ડ્યુઅલ બેંડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, માઇક્રો યૂએસબી પોર્ટ અને 3.5 એમએમનો હેડફોન જેક છે.

Read Also

Related posts

કે.સી.પટેલનું રિપોર્ટ કાર્ડ : મોદી લહેરમાં વિજયી બનેલા સાંસદે પોતાના વિસ્તારમાં શું કર્યું ?

Mayur

આ બેઠક પર કડવા પાટીદાર વચ્ચે જંગ વચ્ચે લોકસભામાં લોકો કોનું મોઢુ મીઠું કરાવશે

Alpesh karena

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi