ગજબ! 17 હજારનો આ ધાકડ સ્માર્ટફોન વાપરી જુઓ, ના ગમે તો રૂપિયા પાછા મળી જશે

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ તાજેતરમાં જ પોતાનો બજેટ સ્માર્ટફોન Oppo K1ને ભારતમાં લૉન્ચ કર્યો છે. આ દમદાર સ્માર્ટફોનની પહેલી સેલ આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. જેને તમે ઇકોમર્સ કંપની ફ્લિપકાર્ટ પરથી 16,999 રૂપિયામાં ખરીદી શકો છો.

ઇનફિંગર ડિસ્પ્લે વાળો આ ધાંસૂ સ્માર્ટફોન દુનિયાનો એવો પહેલો સ્માર્ટફોન છે જે આટલો સસ્તો છે. સેલ દરમિયાન ઇકોમર્સ કંપની તરફથી તેના પર શાનદાર ઑફર્સ આપવામાં આવી રહી છે.

Oppo K1 પર મળી રહી છે આ ઑફર

સેલમાં Oppo K1 ખરીદવા પર તેની પેમેન્ટ સીટી બેન્કના ક્રેડિટ કાર્ડથી કરવામાં આવે તો તમને એક્સ્ટ્રા 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત જો ફોન ખરીદ્યાના 8 મહિનામાં જો તમે આ સ્માર્ટફોન પરત કરી દેશો તો તમને તેના પર 90 ટકા બાયબેક વેલ્યૂ પણ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો ફોન ખરીદ્યાના 8 મહિનાની અંદર જો તમે તેને પરત કરી દેશો તો તમને 15,300 રૂપિયા પરત મળી જશે. આ રીતે તમારે તેના માટે 1690 રૂપિયાની ઇફેક્ટિવ પ્રાઇઝ આપવી પડશે. આ ઉપરાંત Oppo K1ને તમે 2,832 રૂપિયાની EMI પર ખરીદી શકો છો.

Oppo K1ની કિંમત

Oppo K1ની કિંમતની વાત કરીએ તો આ ફોન 4જીબી રેમ તથા 64જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં મળશે જેની કિંમત 16,990 રૂપિયા છે. આ ફોન એસ્ટ્રલ બ્લ અને પિયાનો બ્લેક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. Oppo K1નું વેચાણ 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે શરૂ થશે.

Oppo K1ના સ્પેસિફિકેશન્સ

ફોનના ફિચર્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ અને એન્ડ્રોઇડ ઓરિયો આધારિત ColorOS 5.2 આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફોનમાં 6.4 ઇંચની ફુલ એચજી પ્લસ ડિસ્પ્લે છે. Oppo K1માં ક્વૉલકૉમ ઓક્ટાકોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર, ગ્રાફિક્સ માટે એડ્રેનો 512 GPU છે. ફોનમાં 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે.

Oppo K1નો કેમેરા

Oppo K1માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં એક કેમેરા 16 મેગાપિક્સલનો અને બીજો 2મેગાપિક્સલનો છે. ફ્રન્ટ કેમેરા 25 મેગાપિક્સલનો છે. બંને કેમેરા સાથે ફ્લેશ લાઇટ મળશે. સાથે જ આ ફોનમાં 3600 એમએએચની બેટરી છે અને કનેક્ટીવીટી માટે તેમાં 4G VoLTE, ડ્યુઅલ બેંડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, માઇક્રો યૂએસબી પોર્ટ અને 3.5 એમએમનો હેડફોન જેક છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter