GSTV
Home » News » સસ્તામાં મળે છે Oppoના સ્માર્ટફોન, ક્યાંથી ખરીદશો ?

સસ્તામાં મળે છે Oppoના સ્માર્ટફોન, ક્યાંથી ખરીદશો ?

oppo amazon paytm

સ્માર્ટફોન કંપની ઓપોએ પોતાની નવી ફન્ટાસ્ટીક ઓફર શરૂ કરી છે. કંપની ઓફર હેઠળ એમેઝોન અને પેટીએમથી ખરીદી કરનારને અમુક પસંદગીના ફોન ઉપર બહુ વળતર આપી રહી છે. કંપનીના ઓપો-એ૩એસ, ઓપો એ-૭, ઓપો એ-પ, ઓપો એફ-૯ પ્રો, ઓપો એફ-૧૧ પ્રો, ઓપો આર-૧૭, અને  ઓપો આર-૧૭ પ્રો મોડેલના ફોન ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર આકર્ષક એક્ષ્ચેન્જ ઓફર આપી રહી છે.

ઓપોએ તાજેતરમાં બહાર પાડેલો ઓપો એફ-૧૧પ્રો જેની કિંમત રૂ.ર૪૯૯૦ છે તે આ સેલમાં રર૪૪૯માં કંપની વેચી રહી છે. ગેઝેટ ૩૬૦ના અહેવાલ મુજબ આ ફોન એમેઝોન અને પેટીએમ ઉપર  એક્ષ્ચેન્જ ઓફર હેઠળ રપ૦૦ રૃપિયાના વળતરથી વેચાય છે. સાથે સાથે એમેઝોન ઉપર એમેઝોન પે બેલેન્સથી ચુકવણી કરવાથી આ ફોન ઉપર પ૦૦નું વધારાનું વળતર આપવામાં આવે છે.

આ ફોનના ફીચર્સની વાત કરીએ તો તે ૬ જીબી, ૬૪ જીબી અને ડયુઅલ રીયર કેમેરા ૪૮ મેગાપીકસલના પ્રાઇમરી સેન્સર સાથે મળે છે. તો વળી ઓપો એફ-૯ પ્રો આ સેલમાં ૧૭૯૯૦ રૃપિયામાં મળે છે અને એક્ષ્ચેન્જ ઓફર હેઠળ તેના ઉપર રપ૦૦ રૂપિયાનું વધારાનું વળતર આપવામાં આવે છે.

આ ફોનમાં રપ મેગાપીકસલ કેમેરા અને ગૂગલ લેન્સ અને વીઓઓસી સપોર્ટની સુવિધા છે. ઓપો આર-૧૭ રૂ.ર૮૯૯૦ અને ઓપો આર-૧૭પ્રો રૂ.૩૯૯૯૦ માં આ સેલ હેઠળ વેચાય છે. આ ફોન માટે એમેઝોન અને પેટીએમથી ચુકવણું કરવાથી રૂ. બે હજારનો વધારાનો ફાયદો મળે છે. તમને જણાવી દઇએ કે ઓપોનું આ સેલ તા.૧૯ એપ્રિલ સુધી ચાલુ રહેશે. અત્રે એ યાદ આપીએ કે કેટલીક બેંકોએ પણ ઓપો સાથે ભાગીદારી કરી છે જેથી કંપનીના આ ફોન નો કોસ્ટ ઇએમઆઇ સાથે પણ મળી શકે છે.

Read Also

Related posts

એસટી બસના ડ્રાઈવરોએ દારૂ પીધો ન હોવાનો આપવો પડશે ટેસ્ટ, આ ડિવિઝનનો જોરદાર નિર્ણય

Mayur

કરવાચોથ પર પતિએ ગિફ્ટ ન આપી, વિફરેલી પત્નીએ દોડાવી-દોડાવીને ઢીબી નાંખ્યો

Bansari

એક જ ચાર્જિગમાં 300 કિલોમીટર દોડશે આ Electric SUV, આ કંપનીએ કરી આ તૈયારી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!