ભારતમાં મળશે Oppo F9 Proનો 128GB સ્ટોરેજવાળો વેરિએન્ટ

ઓપ્પોનો નવો સ્માર્ટફોન ઓપ્પો એફ 9 પ્રોનો નવો વેરિએન્ટ ભારતમાં તૈયાર થઈ ગયો છે. હવે તમે ઓપ્પો એફ 9 પ્રોને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં પણ ખરીદી શકો છો. ઓપ્પો એફ 9પ્રો કિંમત 25,990 રૂપિયા છે. જેની જાણકારી મુંબઈના પ્રખ્યાત રિટેલર મહેશ ટેલીકૉમે આપી છે. ઓપ્પો એફ9 પ્રોની ખાસિયતો વિશે વાત કરીએ તો તેમાં વાટર ડ્રૉપ નૉર્ચ ડિસ્પ્લે છે અને તેમાં વીઓઓસી ચાર્જિગ મળે છે.

ઓપ્પો એફ9 પ્રોની સ્પેસિફિકેશન

ઓપ્પો એફ9 પ્રોમાં 6.3 ઈંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે, જેનું રિજોલ્યૂશન 1080×2340 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. આ સિવાય ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, એન્ડ્રોઈડ ઓરિયો 8.1, મીડિયાટેકનો ઑક્ટાકોર હીલિયો P60 પ્રોસેસર, 6 જીબી/8જીબી રેમ અને 64/128 જીબીની સ્ટોરેજ મળશે, જેને 256 જીબી સુધી વધારી શકાશે. કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા જેમાં એક કેમેરો 6 મેગાપિક્સલનો અને બીજો 2 મેગાપિક્સલનો છે. તો ફ્રન્ટ કેમેરો 25 મેગાપિક્સલનો છે.

ઓપ્પો એફ9 પ્રોની  બેટરી અને ક્નેક્ટિવિટી ફોનમાં 3500 એમએએચની બેટરી છે અને ક્નેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ 4જી વીઓએલટીઈ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ v4.2, જીપીએસ, માઈક્રો યૂએસબી અને 3.5 એમએમનો હેડફોન જેક મળશે. રસપ્રદ વાત એ છે કે ફોનની સાથે VOOC ફાસ્ટ ચાર્જિગનો સપોર્ટ મળશે, જેની મદદથી 5 મિનિટના ચાર્જિગમાં બેટરી 2 કલાકનુ બેકઅપ આપશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter