GSTV

5 મિનિટ ચાર્જ થઈને પણ 2 કલાક સુધી ચાલશે Oppo F15, ખરીદી પર મેળવો અનલિમિટેડ કૅશબૅક!

ઓપ્પોએ હાલમાં જ પોતાનો નવો સ્માર્ટફોન Oppo F15 ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસિયત છેકે,તે વજનમાં ઘણો જ હલ્કો છે. સાથે જ તેની બેટરી પણ તેને ખાસ બનાવે છે. ફોનને ફ્લિપકાર્ટ દ્વારા સેલમાં મેળવી શકાશે. અહીં ઘણી ઓફર્સનો ફાયદો પણ ઉઠાવી શકાય છે. ઓપ્પોએ આ ફોનમાં ફ્કત એક જ વેરિએન્ટ 8 GB રેમ અને 128 GBની ઈન્ટરનલ સ્ટોરેજ આપેલું છે. તેની કિંમત 19,990 રૂપિયા રાખવામાં આવી છે.

ફ્લિપકાર્ટ પર આપેલી માહિતી મુજબ ફોનને 19,800 રૂપિયામાં ખરીદી શકાય છે. તેના સિવાય ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર 5%નું અનલિમિટેડ કેશબેક મળી રહ્યુ છે. ફોનને EMI પર પણ ખરીદી શકાય છે. જે હેઠળ દર મહિને ફક્ત 933 રૂપિયા આપવાના રહેશે.

Oppo F15નાં ફીચર્સ

ફોનમાં 6.4 ઈંચની ફુલ HD પ્લસ AMOLED પેનલ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો એસ્પેક્ટ રેશિયો 20:9નો છે. ફોનમાં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ સ્માર્ટફોન MediaTek Helio P70 પ્રોસેસર પર ચાલે છે. આમા ક્વોડ કોર કેમેરા સેટઅપ મળશે. જેમાં પ્રાઈમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે. બીજો 8 મેગાપિક્સલનો વાઈડ એંન્ગલ, ત્રીજો 2 મેગાપિક્સલો માઈક્રો લેન્સ અને ચોથો પણ 2 મેગાપિક્સલને ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં Android 9 Pie બેસ્ડ ColorOS6 આપવામાં આવ્યુ છે. સેલ્ફી માટે Oppo F15માં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપાવામાં આવ્યો છે.

ફોનમાં દમદાર બેટરી

આ ફોનમાં VOOC 3.0 Flash Charge આપવામાં આવ્યુ છે. કંપનીનું કહેવું છેકે, તેને ફક્ત પાંચ મિનિટ ચાર્જ કરીને 2 કલાક સુધી વાતો કરી શકાય છે.

READ ALSO

Related posts

સાર્ક બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ/ વિદેશમંત્રીએ પાકિસ્તાનને શાનમાં સમજાવી દીધું કે, પાડોશીઓ સાથે કઈ રીતે કરાય વ્યવહાર

Pravin Makwana

કૉન્ટ્રાક્ટ પર નોકરી કરવાથી હવે વધારે થશે ફાયદો, નવા લેબર કોડમાં કરાઈ છે આ વ્યવસ્થા

Mansi Patel

VIDEO: જેકી શ્રોફની લાડલી દિકરીનો બિકનીમાં આવ્યો વીડિયો, બોયફ્રેન્ડ સાથે માણી રહી છે હળવાશની પળ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!