GSTV
Home » News » Oppo F11 Pro ભારત આવવા તૈયાર, મળશે 48 મેગાપિક્સલનો કેમેરો

Oppo F11 Pro ભારત આવવા તૈયાર, મળશે 48 મેગાપિક્સલનો કેમેરો

ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo ટૂંક સમયમાં ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Oppo F11 Pro લૉન્ચ કરવાની છે. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Oppo F11 Proનું પ્રમોશન પણ શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે આ ફોન Oppo R19નુ ભારતીય સંસ્કરણ હશે, જોકે, ઓપ્પો આર 19 અત્યારે ચીનમાં લૉન્ચ થઈ નથી.

કંપનીના ટ્વિટ મુજબ, Oppo F11 Proમાં 48 મેગાપિક્સલનો રિયર કેમેરો હશે, જેને લઇને કંપનીએ દાવો કર્યો છે કે કેમેરા ઓછી રોશનીમાં શાનદાર તસ્વીર ક્લિક કરશે. જોકે, કંપનીએ Oppo F11 Proની ભારતમાં લૉન્ચિંગની તારીખનો ખુલાસો કર્યો નથી. કંપનીએ ટ્વિટર પર ઓપ્પો એફ 11 પ્રો ટીઝર પણ જાહેર કર્યુ છે.

Oppo F11 Proની સ્પેસિફિકેશન

અત્યાર સુધીના લીક રીપોર્ટ મુજબ Oppo F11 Proમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. આ સિવાય ફોનમાં આખી ડિસ્પ્લે મળશે, જેમાં નૉર્ચ પણ હશે નહીં. તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમાં વીવો નેક્સની જેમ પૉપઅપ સેલ્ફી કેમેરા મળશે.

Oppo F11 Proમાં 6.5 ઈંચની એમોલેડ ડિસ્પ્લે, મીડિયાટેક્નો હીલિયો પી80 પ્રોસેસર, 6 જીબી રેમ અને 128 જીબીની સ્ટોરેજની ભેટ મળી શકે છે. જણાવાઈ રહ્યું છે કે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળશે અને તેમાં 4500mAhની બેટરી મળશે, જે VOOCફાસ્ટ ચાર્જિગ મળશે.

READ ALSO

Related posts

ગરમીમાં ઠંડક પડશે મોંઘી, આઈસ્ક્રીમ-કોલ્ડ ડ્રિન્કની કિંમતોમાં આવશે આટલો બધો ઉછાળો

Arohi

આ પ્રખ્યાત અભિનેત્રીએ લખ્યો ઓપન લેટર, ટેલીવીઝન ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધી કર્યો સનસની ખુલાસો

Ankita Trada

ક્રિકેટનાં ભગવાન સચીન તેંડુલકર પર પાકિસ્તાનનાં આ દિગ્ગજ ક્રિકેટર છે નારાજ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!