GSTV
Auto & Tech Trending

લોન્ચ થયો Oppo નો કેમેરાવાળો સ્માર્ટફોન, 4000mAhની બેટરીની સાથે મળશે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

ચીની સ્માર્ટફોન બનાવનાર કંપની Oppo એ પોતાનો નવો સ્માર્ટફોન Oppo A93 વિયતનામમાં લોન્ચ કરી દીધો છે. જે કે, F17 પ્રોનુ જ એક ફોર્મેટ છે. કંપનીએ પોતાના F17 પ્રોને છેલ્લા મહીને ભારતમાં લોન્ચ કર્યુ હતુ. કંપનીએ નવા ફોન A93 ને Oppo બે કલર વેરિએન્ટ બ્લેક અને વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ કરાવ્યા છે. કિંમતની વાત કરીએ તો તે 8GB+ 128GB વેરિએન્ટની કિંમત 324 ડોલર (લગભગ 23,700 રૂપિયા છે.) આવો જાણીએ કે, ફોનના બાકી સ્પેસિફિકેશન…

મેડિયાટેક હેલિયો પી95 ચિપસેટ લગાવ્યુ

Oppo A93 માં 6.43 ઈંચની ફુલ HD પ્લસ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યા છે અને તેનું અસ્પેક્ટ રેશિયો 20:9 નું છે. ડિસ્પ્લેનું રેજોલુશન 1080X2400 પિક્સલ્સ છે. આ ફોનમાં મેડિયાટેક હેલિયો પી95 ચિપસેટ લગાવ્યુ છે. આ ફોન એન્ડ્રોયડ 10 પર કામ કરે છે. ફોનના બાકી ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં ઈંટ્રીગેટ્રેડ ફિંગરપ્રિંટ સેંસર પણ આપવામાં આવ્યપ છે. આ ફોનને બ્લેક અને મેજિકલ વ્હાઈટ કલરમાં ખરીદી શકાય છે.

ફોનમાં 48 મેગાપિક્સલ ક્વાડ રિયર કેમરા

કેમેરા તરીકે Oppo A93 માં ક્વાડ રિયર કેમરા સેટઅપ આપવામાં આવ્યુ છે. તેનો પ્રાઈમરી સેંસર 48 મેગાપિક્સલનો છે અને 8 મેગાપિક્સલના અલ્ટ્રા વાઈડ સેંસરની સાથે આવે છે. સાથે જ તેમાં 2 કેમેરા 2 મેગાપિક્લસના કેમેરા પણ હાજર છે. ફોનના ફ્રંટમાં સેલ્ફી કેમેરા તરીકે ડ્યુઅલ લેંસનો કેમેરો છે. જોકે, 16 મેગાપિક્સલ+ 2 મેગાપિક્સલનો છે. એટલે કે, ગ્રાહકોને તેમાં કુલ 6 કેમેરા મળે છે.

ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે

પાવર માટે આ ફોનમાં 4000,mAh ની બેટરી આપવામાં આવી છે. જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે Oppo A93 માં Wi-Fi 802.11 a/b/g/n, GPS, Bluetooth v5.10, USB OTG, USB Type-C, 3G, અને 4G જેવા ફીચર્સ હાજર છે.

READ ALSO

Related posts

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk
GSTV