Oppo A3sના 3GB રેમ વેરિએન્ટની કિંમતમાં થયો ઘટાડો, મળશે આ સુવિધા

ઓપ્પોના નવા સ્માર્ટફોન Oppo A3sની કિંમતમાં ભારતમાં ઘટાડો થયો છે. જોકે, આ ફોનના 3 જીબી રેમ વેરિએન્ટની કિંમતમાં જ ઘટાડો થયો છે. ઓપ્પો એ3એસના 3 જીબી રેમ વેરિએન્ટને ભારતમાં ચાલુ વર્ષે ઓગષ્ટમાં 12,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તો તેનો 2 જીબી રેમ વેરિએન્ટ જુલાઈમાં લોન્ચ થયો હતો.

કપાત બાદ Oppo A3sના 3જીબી રેમ વેરિએન્ટની કિંમત 11,990 રૂપિયા થઈ ગઈ છે. ફોનની કિંમતની ઘટાડાની જાણકારી મુંબઈના પ્રખ્યાત મહેશ ટેલિકોમે આપી છે. તો ફ્લિપકાર્ટ પર આ ફોન 3 જીબી રેમ વેરિએન્ટ 10,990 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.

ઓપ્પો એ3એસની સ્પેસિફિકેશન

ફોનમાં 6.2 ઈંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂશન 720*1520 પિક્સલ છે અને આસ્પેક્ટ રેશિયો 19:9 છે. ફોનમાં એન્ડ્રૉઈડ ઓરિયો 8.1, સ્નેપડ્રેગન 450 પ્રોસેસર, ગ્રાફિક્સ માટે 506 જીપીયૂ, 2GB/3GB રેમ અને 16GB/32GBની સ્ટોરેજ મળશે, જેનાથી 256 જીબી સુધી વધારી શકાય છે.

ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં એક કેમેરો 13 મેગાપિક્સલનો અને બીજો 2 મેગાપિક્સલનો છે. તો ફ્રન્ટ કેમેરો 8 મેગાપિક્સલનો છે. ફ્રન્ટ કેમેરાની સાથે એઆઈ બ્યૂટી મોડ મળશે. ફોનમાં ફેસ અનલૉક પણ મળશે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G એલટીઈ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ v4.2, જીપીએસ, એફએમ રેડિયો અને માઈક્રો યૂએસબી પોર્ટ છે.

READ ALSO


ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter