GSTV
Auto & Tech Trending

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

OPPO

ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) તેના યુઝર્સ માટે અવારનવાર ધમાકેદાર ઓફર્સ લાવતું રહે છે. હાલમાં, Flipkart પર એક ઑફર ચાલી રહી છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. આ ઓફરમાં તમે Oppo A12 સ્માર્ટફોન માત્ર રૂ.15માં ખરીદી શકો છો. આવો જાણીએ કેવી રીતે..

OPPO

15 રૂપિયામાં ખરીદો Oppo A12

64GB ઈન્ટરનલ સ્ટોરેજવાળા Oppoના આ સ્માર્ટફોનની માર્કેટમાં કિંમત 11,990 રૂપિયા છે પરંતુ તમે તેને Flipkart પરથી હાલમાં 4%ના ડિસ્કાઉન્ટ બાદ 11,490 રૂપિયામાં ખરીદી શકો છો. આટલું જ નહીં, જો તમે આ સ્માર્ટફોન માટે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો તમને 5% એટલે કે 575 રૂપિયાનું કેશબેક મળશે, જેનાથી આ ફોનની કિંમત ઘટીને 10,915 રૂપિયા થઈ જશે.

એક્સચેન્જ ઓફરે ડીલમાં લગાવ્યા ચાર ચાંદ

આ ડીલમાં તમને ફ્લિપકાર્ટ તરફથી એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. જો તમે તમારા જૂના સ્માર્ટફોનના બદલે આ Oppo સ્માર્ટફોન ખરીદો છો, તો તમે 10,900 રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો તમને આ સ્માર્ટફોનનો પૂરો લાભ મળે છે, તો તમે 10,915 રૂપિયાના બદલે માત્ર 15 રૂપિયામાં Oppo A12 ખરીદી શકશો.

OPPO

Oppo A12 ના ફીચર્સ

Oppoનો આ 4G સ્માર્ટફોન 3D ડાયમંડ બ્લેઝ ડિઝાઇન સાથે આવે છે. ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, આ ખૂબ જ પાતળા અને હળવા ફોનમાં તમને 6.22-ઇંચની HD + TFT LCD ડિસ્પ્લે મળશે. MediaTek Helio P35 ચિપસેટ પર કામ કરતો આ ફોન 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે અને તમને તેમાં 4,230mAh બેટરી મળશે. તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં મેન સેન્સર 13MPનો છે અને બીજો સેન્સર 2MPનો છે. આમાં તમને સેલ્ફી લેવા અને વીડિયો બનાવવા માટે 5MP ફ્રન્ટ કેમેરા પણ મળશે. તે ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે અને એક વર્ષની બ્રાન્ડ વોરંટી સાથે આવે છે.

Read Also

Related posts

કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું

Hardik Hingu

નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં

Hardik Hingu

બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ

Hardik Hingu
GSTV