83 ટકા લોકોનું માનવું છે કે, દિલ્હીમાં શાહીન બાગના ધરણા હવે ચૂંટણીનો મુદ્દો બની ગયો છે. 39 લોકોએ એ પણ માન્યું કે, શાહીનબાગના મુદ્દાથી ભાજપને ફાયદો થશે. જ્યારે 25 ટકા લોકોને લાગે છે કે, તેનાથી આમ આદમી પાર્ટી ફાયદામાં રહેશે. ફક્ત 4 ટકા લોકોને લાગે છે કે, શાહીનબાગથી કોંગ્રેસને ફાયદો થશે.

વડાપ્રધાન મોદી અને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહના પ્રચારથી દિલ્હીમાં માહોલ થોડો બદલાયો છે. જો કે,તેનાથી કોઈ ખાસ મજબૂતી મળતી હોય તેવું નથી લાગતુ. એક સરવે મુજબ 61 લોકો માને છે કે, મોદીની રેલીઓથી ભાજપને ફાયદો થશે, પણ આ જ સરવેમાં જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી 42થી 56 સીટ સાથે ફરી એક વાર સત્તામાં આવશે. જ્યારે 10થી 24 ટકા લોકોનું માનવું છે કે, 21 વર્ષથી દિલ્હીમાં વનવાસ ભોગવી રહેલી ભાજપનું સપનું પૂરુ નહીં થાય.


શાહીનબાગના ધરણાને ખોટા માને છે 62 ટકા લોકો
એક સરવેના આધારે જાણવા મળ્યું છે કે, 62 લોકો શાહીનબાગમાં ચાલી રહેલા ધરણાને ખોટા માને છે. 83 ટકા લોકોનું માનવું છે કે, દિલ્હીમાં શાહીન બાગના ધરણા હવે ચૂંટણીનો મુદ્દો બની ગયો છે. 39 લોકોએ એ પણ માન્યું કે, શાહીનબાગના મુદ્દાથી ભાજપને ફાયદો થશે. જ્યારે 25 ટકા લોકોને લાગે છે કે, તેનાથી આમ આદમી પાર્ટી ફાયદામાં રહેશે. ફક્ત 4 ટકા લોકોને લાગે છે કે, શાહીનબાગથી કોંગ્રેસને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, ભાજપે શાહીનબાગનો મુદ્દો જોરશોરથી દિલ્હીમાં ઉઠાવતું રહ્યું છે. વડાપ્રધાન મોદી ખુદ પોતાના ભાષણોમાં તેનો ઉલ્લેખ કરી રહ્યા છે.

48 ટકા લોકોનું માનવું છે કે, કેજરીવાલ પર વ્યક્તિ હુમલો કરવાથી ભાજપને નુકશાન થશે
જ્યારે સરવેમાં પુછવામાં આવ્યું કે, શું તેઓ કેજરીવાલને દિલ્હી બહારના માને છે તો, 21 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો, જ્યારે 72 ટકા લોકોએ નામાં જવાબ આપ્યો. દિલ્હીમાં 48 ટકા લોકોનું માનવું છે કે, કેજરીવાલ પર વ્યક્તિગત આરોપો લગાવાથી ભાજપને જ નુકશાન થઈ રહ્યું છે. જ્યારે 24 ટકા લોકોનું માનવું છે કે, તેનાથી ભાજપને કોઈ નુકશાન નહીં થાય.
READ ALSO
- અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…
- મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત
- ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર
- વડોદરા શહેરમાં યુવતીઓની છેડતી કરતા રોમિયોની ખેર નથી, આ રીતની કરી છે તૈયારી
- ભાવનગર/ જૂના પાદર ગામના યુવકને પોલીસે ઢોર માર માર્યો, ખોટા કેસમાં ફસાવ્યાનો આરોપ