GSTV

બિહાર ઓપિનિયન પોલ: એનડીએને સ્પષ્ટ બહુમતીથી નીતીશકુમારને ફરી મળી શકે છે તક, તેજસ્વી યાદવની લોકપ્રિયતામાં વધારો

નીતીશકુમાર બિહારની જનતાને નવા નવા સપના દેખાડી રહ્યા છે અને લોકો સમક્ષ ફરી તક માંગી રહ્યા છે. એક ઓપિનિયન પોલમાં સામે આવ્યું છે કે નીતીશકુમારને બિહારની જનતા એક વાર ફરી મુખ્યમંત્રી તરીકે તક આપી શકે છે. ઓપિનિયન પોલ મુજબ નીતીશકુમારના એનડીએ ગઠબંધનને 38% વોટ મળી શકે છે.

ઓપિનિયન પોલમાં નીતીશકુમાર અગ્રેસર

તો, બીજી તરફ તેજસ્વી યાદવના મહાગઠબંધનને 32 % વોટ મળવાની સંભાવના છે. 6 પક્ષો વાળા ગઠબંધન ગ્રાન્ડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રન્ટ (GDSF)ને 7 % જયારે ચિરાગ પાસવાનની જનશક્તિ પાર્ટીને 6 % વોટ મળી શકે છે, એનો અર્થ એ થયો કે ચૂંટણી પરિણામોમાં નીતીશકુમાર સૌથી આગળ છે. તેઓને હાલ કોઈ જોખમ જણાતું નથી.

નીતીશકુમાર

એનડીએને 133થી 143 બેઠકો મળવાની સંભાવના

ઓપિનિયન પોલના વોર શેરિંગને બેઠકોમાં બદલી જોતા નીતીશકુમાર બહુમત સાથે ફરીથી સત્તામાં પરત ફરી શકે છે. બિહારની કુલ 243 વિધાનસભા બેઠકો માંથી એનડીએને 133 થી 143 બેઠકો મળવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભામાં બહુમતનો આંકડો 122 બેઠકોનો છે. એટલે કે નીતીશકુમાર સરળતાથી બહુમતી મેળવી શકે છે. તેજસ્વીના મહાગઠબંધનને 88 થી 98 બેઠકો માલની સંભાવના છે. જયારે ચિરાગ પાસવાનની એલજેપીને 2 થી 6 બેઠકોમાં જ સમેટાઈ જશે.

શું છે નીતીશકુમાર માટે મોટા પડકાર ?

ઓપિનિયન પોલથી અન્ય બીજા સંકેત પણ મળી રહ્યા છે. આ સંકેત નીતીશકુમાર માટે મોટા પડકાર સમાન છે. તેઓ સત્તામાં તો પરત આવી શકે છે પરંતુ સાથે સાથે તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. 2015માં 80% લોકો નીતીશ સરકારના કામકાજથી સંતુષ્ટ હતા પરંતુ 2020ના આ ઓપિનિયન પોળમાં આ આંકડામાં ઘટાડો થઇ 52 %એ પહોંચી ગયો છે. 2015માં માત્ર 18% લોકો જ નીતીશ સરકારથી નાખુશ હતા જયારે 2020માં નીતીશ સરકારથી નાખુશ લોકોનો આંકડો 44% થઇ ગયો છે.

તેજસ્વી યાદવની લોકપ્રિયતામાં થયો વધારો

નીતીશ કુમાર માટે માત્ર આ જ એક સૌથી મોટો પડકાર નથી. તેજસ્વી યાદવ પણ એક મોટો પડકાર છે. નીતીશ કુમારની લોકપ્રિયતાના ગ્રાફમાં ઘટાડો થયો છે તો બીજી બાજુ તેજસ્વી યાદવની લોકપ્રિયતાના ગ્રાફમાં વધારો થયેલો જોવા મળે છે. બિહાર માટે ઉત્તમ સીએમ કોણ હવે તે સવાલમાં તેજસ્વી પાછળ નથી. ઉત્તમ મુખ્યમંત્રી માટે હજુ પણ નીતીશ કુમાર નંબર 1 પર છે તેમને 31% લોકો સૌથી ઉત્તમ મને છે, પરંતુ 27% લોકો તેજસ્વી યાદવને પણ ઉત્તમ સીએમ તરીકે જુએ છે. આ નીતીશકુમારથી મોટું અંતર નથી. આ રેસમાં ચિરાગ પાસવાન અને સુશીલ મોદી સહીત નેતાઓ દૂર દૂર સુધી ક્યાંય નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana

બિહાર/ ઉપમુખ્યમંત્રીના પદેથી હટાવીને ‘સુમો’ને અહીં ફીટ કરવા માગે છે BJP, રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

Pravin Makwana

દેશમાં વધતા કોરોનાના કેસને લઈને સુપ્રીમની લાલ આંખ, સ્થિતિને કાબુમાં લેવા કડક પગલા ભરવા જરૂરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!