ગુજરાત ભાજપની આજે સૌથી મોટી બેઠક : કોણ કપાશે, કોને લેવાશે થઈ જશે ફાયનલ

મેરા પરિવાર ભાજપ પરિવાર અભિયાનનો પ્રારંભ કરવા આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદના સરકીટ હાઉસ ખાતે ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. જેમાં ભાજપના હાલના 26 સાંસદો પૈકીમાંથી કેટલા ને ટિકીટ આપવી અને કેટલા સાંસદોને શા માટે પડતા મૂકવા તેની ચર્ચા વિચારણા કરાશે. ઉપરાંત તાજેતરમાં જ કોંગ્રેસમાંથી આશાબેન પટેલને તોડીને ભાજપમાં લવાયા હતા. જે અંગે પણ ફાયનલ નિર્ણય લેવાશે. હાલમાં 6 :30 વાગે અમદાવાદમાં સરકીટ હાઉસ ખાતે બેઠક શરૂ થઈ છે. જેમાં કદાવર નેતાઓ પહોંચી ચૂક્યા છે.

  • અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં બેઠક
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, પ્રદેશ જીતુ વાઘાણી સહિત કેબિનેટ પ્રધાન હાજર
  • કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા બેઠક માટે પહોંચ્યા
  • શંકર ચૌધરી પણ પહોંચ્યા
  • લોકસભા ચૂંટણી વિવિધ સમિતિ, મોરચા તથા સેલના પદાધિકારી, લોકસભા પ્રભારી ઈન્ચાર્જ સાથે અમિત શાહ કરશે બેઠક
  • 6:30 કલાકે બેઠક શરૂ થશે, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ,ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર થયા

ફાયનલ થશે કે કોના કપાશે પત્તા

આ જ રીતે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માંથી કયા કયા નેતા કે આગેવાનોને આશાબેનની જેમ જ ભાજપમાં ખેંચી લાવવા તેની પણ ચર્ચા થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બેઠકમાં હાજર રહેલા ભાજપના ટોચના નેતાઓ પાસેથી આ સંદર્ભમાં સૂચનો અને અભિપ્રાય પણ મેળવશે. ભાજપના હાલના જે સાંસદોને રિપિટ નથી કરવાના તો તેમની જગ્યાએ કયા ઉમેદવારને ચૂંટણી લડાવી તે માટે પણ અભિપ્રાયો લેવાશે.

કેવા પ્રકારનો નિર્ણય લેવો તેની વ્યૂહરચના પણ કરશે

ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા માગતા આગેવાનો અને કાર્યકરો સાથે આગામી દિવસોમાં બેઠક કરી તેઓને ભાજપમાં લઇ લેવા છે અમિત શાહ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, લોકસભાની ચૂંટણીના ગુજરાતના પ્રદેશ પ્રભારી ઓમ પ્રકાશ માથુર, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, તેમજ ભાજપ સંગઠનના અને કેટલાક ટોચના આગેવાનો પણ ઉપસ્થિત છે. ગુજરાતના નેતાઓ પાસેથી છેલ્લામાં છેલ્લી રાજકીય પરિસ્થિતિ ની વિગતો મેળવ્યા બાદ અમિત શાહ હવે આગામી દિવસોમાં કેવા પ્રકારનો નિર્ણય લેવો તેની વ્યૂહરચના પણ કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter