GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોરોનાએ પ્રથમ ભારતીય એરલાઈન્સ આર્થિક કમર ભાંગી, કર્મચારીઓને પગાર વગર રજા પર મોકલી કામકાજ કર્યુ બંધ

કોરોના વાયરસ મહામારીને કારણે થયેલા લોકડાઉનની મારથી કંરનીઓની હવા નીકળવાની શરૂ થઈ ગઈ છે. ક્ષેત્રીય વિમાનન કંપની એર ડેક્કને કોરોના સંકટના કારણે ઊભા થયેલા આર્થિક મારને સહન કરી શકી નહી અને પોતાનું સંચાલન બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. સાથે જ આ કંપનીએ પોતાના બધા જ કર્મચારીને કોઈપણ પ્રકારના ભથ્થા વગર જ રજા પર મોકલી દીધા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગેલુ છે. જેથી વિમાની સેવા કંપની ખૂબ જ પ્રભાવિત થઈ છે.

કોમર્શીયલ ફ્લાઇટ્સ બંધ કરવાનો આદેશ

એર ડેક્કન પ્રથમ વિમાન કંપની બની ગઈ છે, જે આ મારને સહન કરી શકી નથી. એયર ડેક્કનના CEO અરુણ કુમાર સિંહે કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં કહ્યુ છે કે, વર્તમાન સમયમા ઘરેલુ અને વૈશ્વિક મહામારીના કારણે નાગર વિમાનન મહાનિદેશાલયે 14 એપ્રિલ સુધી બધી જ કોમર્શીયલ ફ્લાઇટ્સ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેવામાં ડેક્કનની પાસે આગામી નોટિસ સુધી પોતાનું પરિચાલન બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

પગાર વગર જ રજા

તેમણે કહ્યુ કે, ભારે મનથી મારે તમને જાણ કરવી પડશે કે, એયર ડેક્કનના ​​તમામ કાયમી, અસ્થાયી અને કરાર કર્મચારીઓને તાત્કાલિક અસરથી પગાર વિના રજા પર મોકલવામાં આવી રહ્યા છે. કારણ કે, એયર ડેક્કનના ​​કાફલામાં ચાર 18 સીટર વિમાન છે. વિમાન પશ્ચિમી ભારતમાં પ્રાદેશિક રૂટો પર કાર્યરત છે. મુખ્ય રૂપથી એરલાઇન્સનું સેન્ટર ગુજરાત છે. સિંહે એક ઈ-મેલમાં કહ્યું, ‘આવતા અઠવાડિયે મેનેજમેન્ટ કેટલાક મહત્વપૂર્ણ હોદ્દા ચાલુ રાખવા માટે વિભાગના વડાઓ સાથે બેઠક કરશે. આ સુનિશ્ચિત કરશે કે જ્યારે યોગ્ય સમય આવે ત્યારે એરલાઇન મર્યાદિત પ્રયત્નોથી કામગીરી ફરીથી શરૂ કરી શકે. ‘

બીજી વખત નોકરીનો ભરોસો આપ્યો

તેમણે વધુમાં કહ્યુ કે, હું વ્યક્તિગત રીતે તમને ભરોસો આપુ છુ કે, જ્યારે ડેક્કન અનુકુળ પરિસ્થિતિઓમાં પોતાની સર્વિસ શરૂ કરી દે છે તો, હાજરના તમામ કર્મચારીઓને તેમના વર્તમાન પદ પર કામ કરવાનો પ્રસ્તાવ પ્રથમ આપવામાં આવશે. દેશમાં 25 માર્ચથી 21 દિવસનુ લોકડાઉન કરવામાં આવ્યુ છે. જે હેઠળ બધી જ ઘરેલુ અને આતંરરાષ્ટ્રીય સેવાઓ પણ બંધ છે. જોકે, ભારત બંધ દરમિયાન કાર્ગો ફ્લાઇટ્સ, અપતટીય હેલિકોપ્ટર કામગીરી, તબીબી સંબંધિત ફ્લાઇટ્સને મંજૂરી છે. તદ્ઉપરાંત ડીજીસીએની પરવાનગીથી વિશેષ ફ્લાઇટ્સ ચલાવી શકાશે.

દેશની એરલાઇન્સ નાદારીના માર્ગે

ઉદ્યોગ સંસ્થા એફઆઈસીસીઆઈએ ગત્ અઠવાડિયામાં નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું છે કે, દેશની એરલાઇન્સ નાદારીના માર્ગ પર છે. તેમની રોકડ રકમ પુરી થઈ રહી છે. જ્યાં અન્ય એરલાઇન્સે ખર્ચ ઘટાડવાનાં પગલાં લીધાં છે. તેમાં પાઇલટ્સની છટણી, પગાર કટ અથવા કર્મચારીને પગાર વગર જ રજા પર મોકલવાનો સમાવેશ થાય છે.

બીજી એરલાઈન્સ લઈ રહી છે બુકિંગ

એર ડેક્કેને કોરોના વાયરસના સંક્રમણનો શિકાન બનનારી પ્રથમ એરલાઈન્સ છે. એર ઈન્ડિયાને છોડીના બાકીની બધી જ એરલાઈન્સ 14 એપ્રિલ બાદની બુકિગ ચાલુ કરી દીધુ છે, પરંતુ એયર ડેક્કને બુકિંગ શરૂ કર્યુ નથી. એરલાઈનને લઈને સુનિશ્વિત નથી કે, તેઓ પોતાનું પરિચાલન બીજી વખત ક્યારે શરૂ કરશે. અન્ય વિમાનન કંપનીઓની વાત કરવામા આવે તો, ઈન્ડિગોએ પોતાના વરિષ્ઠ કર્મચારીઓના પગારમાં 25 ટકાનો કાપ મૂક્યો છે.

READ ALSO

Related posts

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!