GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

જ્યારે સુષ્મા સ્વરાજે 5 હજારથી વધારે ભારતીયોને બચાવ્યા હતા, વાંચીને રૂંવાળા ઉભા થઈ જશે

મોદી સરકારના પ્રથમ કાર્યકાળ સમયે વિદેશ પ્રધાન રહેલા સુષ્મા સ્વરાજની કામગીરી સૌ કોઈ યાદ કરી રહ્યા છે. તેઓએ વિદેશ પ્રધાન તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન માત્ર વિદેશમાં ભારતની શાખ વધારી જ નથી. પરંતુ તેઓ વિદેશમા વસતા ભારતીયો માટે સંકટ મોચક પણ બની રહ્યા. તેમણે ભારતીયો માટે સંકટ મોચક બનીને કરેલા ચાર મહત્વના નિર્ણય પર નજર કરીએ તો…

સુષ્મા સ્વરાજ અને વિદેશ મંત્રાલય

યમનમાં જ્યારે હૂથી વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે જંગ ચાલતી હતી. ત્યારે ત્યાં હજારો ભારતીયો ફસાયા હતા. અને તે સમયે યમનમાં વસતા ભારતીયોએ સુષ્મા સ્વરાજને બચાવવા માટે અપીલ કરી હતી. જે બાદ સુષ્મા સ્વરાજે ઓપરેશન રાહત ચલાવ્યુ અને સાડા પાંચ હજારથી વધુ લોકોને બચાવ્યા. જેમાં ભારત સિવાય 41 દેશોના નાગરિકો સામેલ હતા. આ ઓપરેશન રાહતમાં 4640 ભારતીયો હતા.

Sushma Swaraj

દક્ષિણ સુડાનમાં ચાલી રહેલા સિવિલ વોર સમયે પણ ભારતીયોને સુરક્ષિત બચાવવામાં સુષ્મા સ્વરાજે મહત્વની ભૂમિકા ભજવી..તેઓએ ઓપરેશન સંકટમોચક શરૂ કર્યુ હતુ. અને તે અંતર્ગત દક્ષિણ સુદાનમાં ફસાયેલા 150થી વદુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢ્યા.જેમાં 56 લોકો કેરળમાં રહેનારા હતા.

લિબિયા સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે થયેલી જંગમાં ભારતીયો ફસાયા હતા. અને તે સમયે ફરી ત્યાં વસતા ભારતીયોએ સુષ્મા સ્વરાજને યાદ કર્યા હાત. અને 29 ભારતીયોને સુષ્મા સ્વરાજના કારણે સુરક્ષિત ભારતમાં પરત લાવવામાં આવ્યા હતા. જોકે તે સમયે એક ભારતીય નર્સ અને તે નર્સના દિકરાનું મોત પણ થયુ.

સુષ્મા સ્વરાજે વિદેશ પ્રધાન તરીકે ખૂબ મહત્વની જે ભૂમિકાઓ ભજવી તેમા સૌથી યાદગાર કામગીરી એ દિકરીની વતન વાપસી હતી. સુષ્મા સ્વરાજના પ્રયાસો બાદ 15 વર્ષ પહેલા ભટકતા ભટકતા પાકિસ્તાનમાં પહોંચી ગયેલી માસૂમ ગીતાને ભારત લાવવામાં સફળતા મળી. જ્યારે ગીતા ગુમ થઈ હતી ત્યારે તે ખૂબ નાની હતી.અને ભારત પરત ફરી ત્યારે તેની ઉંમર 23 વર્ષ થઈ હતી. તે ભારત પરત ફર્યા બાદ તુરંત જ સુષ્મા સ્વરાજને મળ્યા. આમ વિદેશ પ્રધાન પદે રહ્યા સમયે વિદેશમા વસતા ભારતીયો માટે સુષ્મા સ્વરાજ હર હંમેશ સંકટમોચક બનીને રહ્યા.

READ ALSO

Related posts

મહિસાગર જિલ્લામાં એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવતા ફફડાટ મચ્યો આરોગ્ય તંત્ર થયું દોડતું

pratik shah

કોરોના હાહાકારઃ દેશમાં એક જ દિવસે સૌથી વધુ 170 લોકોના અને મહારાષ્ટ્રમાં 97ના થયા મોત

Harshad Patel

લદાખમાં ચીને કાર્યવાહી કરી તો ભારત 5 પેઢી ના ભૂલે એવો ઝાટકો આપશે, મોદીએ ઘડી આ ‘પંચ’ વ્યૂહરચના

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!