GSTV
Ahmedabad ગુજરાત

લમ્પી વાયરસ નિયંત્રણ માટે પુરજોશમાં કામગીરી, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સારવાર શરુ

લમ્પી

ગુજરાતમાં પશુધનમાં પ્રસરેલા લમ્પી વાયરસ નિયંત્રણ માટે સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં આજે એક દિવસમાં 3 લાખથી નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધી કુલ 15 લાખ 78 હજાર નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છં. લમ્પી વાયરસથી અસરગ્રસ્ત 42 હજારથી વધુ પશુઓ સ્વસ્થ થયા છે. આજે અસરગ્રસ્ત 22 જિલ્લામાંથી 2 જિલ્લામાં નવો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યના 22 જિલ્લામાં કુલ 60 હજારથી વધુ પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળતાં તેમને સારવાર અપાઈ રહી છે.

લમ્પી

અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી. પંચમહાલ, મહિસાગર, મહેસાણા, વલસાડ, વડોદરા અને આણંદ જિલ્લામાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે જ્યાં પ્રશાસન દ્વારા સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી નંબર 94099 03234 અને 94099 04234 કાર્યરત કરી મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યકક્ષાએ ટાસ્કફોર્સની લમ્પી વાયરસ નિયંત્રણ, સારવાર પ્રોટોકોલ અને ટેક્નિકલ ગાઈડન્સ લેવામાં આવી રહ્યુ છે.

  • લમ્પી વાયરસ નિયંત્રણ માટે પુરજોશમાં કામગીરી
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સારવારની કામગીરી શરુ
  • અત્યાર સુધીમાં 15.78 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ
  • છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ નિરોગી પશુઓનું થયુ રસીકરણ
  • તાત્કાલિક માહિતી અને મદદ માટે ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 1962
  • સ્ટેટ કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી નંબર 94099 03234 અને 94099 04234 કાર્યરત
  • અત્યાર સુધીમાં 22 જિલ્લાના 2305 ગામમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા
  • રાજ્યમાં લમ્પી વાયરસના એક્ટિવ કેસ 18127 છે જેઅસરગ્રસ્ત પશુઓને અપાઈ રહી છે સારવાર
  • 42565 અસરગ્રસ્ત પશુ થયા સ્વસ્થ
  • આજે 2 જિલ્લામાં નવો એકપણ કેસ નોંધાયો નથી

Related posts

ભરૂચ/ ગોલ્ડન બ્રિજ આજે વટાવી શકે છે 24 ફૂટની ભયનજક સપાટી, આ ગામોને કરાયા એલર્ટ : 186 નાગરિકો અને પશુધનનું સ્થળાંતર

Bansari Gohel

મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ

Bansari Gohel

પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા

Bansari Gohel
GSTV