માઇક્રોસોફ્ટે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટ અપ Open AI સાથે હાથ મીલાવ્યા છે. તેઓએ હવે ChatGPTનું નવું વર્ઝન GPT-4 લોંચ કર્યું છે જે ચોંકાવનારા કાર્ય પાર પાડી શકે છે. અગાઉના GPT-3.5 વર્ઝનને કેટલાક જટીલ સવાલોનો જવાબ આપવા પડકારવામાં આવ્યુ હતું જેમાં તે સફળ નહતું થયું ત્યારે હવે વધુ સંશોધીત આ GPT-4 અગાઉની ત્રુટી તો સુધારી જ શક્યું છે પણ નવા દંગ થઇ જાય તેવા કાર્યો પાર પાડવાના પરીક્ષણમાં પણ સફળ નીવડયું છે.

આ વર્ઝન મેડિકલ સાયન્સની દુનિયામાં પણ હલચલ મચાવી દેશે કેમકે તેને બીમારીની માહિતી આપીને તેના ઇલાજ માટે સૌથી અસરકારક દવા કઇ તેમ પુછવામાં આવતા તેણે વિશ્વની અગ્રગણ્ય હોસ્પિટલના શ્રેષ્ઠ તબીબો પ્રીસ્ક્રાઇબ કરે તેવી દવા સ્ક્રીન પર જણાવી એટલું જ નહીં આ દવામાં કયા કયા તત્વો છે અને તે દિવસમાં કેટલી વખત ક્યારે લેવી તે પણ જણાવ્યું.
નિષ્ણાત તબીબોએ જ GPT-4 ની આ રીતે કસોટી લીધી હતી. GPT-4 નિદાન બાદના દર્દીના ઇમેજ- ફોટો અપલોડ કરતા પણ સારવાર અંગે માર્ગદર્શન આપશે. જો આગળ જતા દર્દીઓ માટે આ પ્રીસ્ક્રીપ્શન દવા ખરીદવા માન્ય રખાશે તો તબીબી વ્યવસાય પર ફટકો પહોંચી શકે છે. તેને કોઇપણ તસવીર આપીને તે અંગે જણાવો તો માહિતી આપી શકે છે.

નિદર્શન દરમ્યાન તેને એક ફ્રીજમાં મુકેલી જુદી જુદી સામગ્રી, શાકભાજીનો ફોટો આપવામાં આવ્યો અને પુછવામાં આવ્યું કે ફ્રીજના ખાનાની આ તસ્વીરમાં ગ્રોસરી, ડેરી પ્રોડક્ટ, શાકભાજી વગેરે છે. તેમાંથી કઇ કઇ વાનગી બનાવી શકાય તો GPT-4 એ વાનગીઓની વિસ્તૃત યાદી તો આપી જ, પણ તેને કઈ રીતે બનાવવી તેની રીત પણ સમજાવી.
આમ નવું વર્ઝન ટેકસ્ટ ઉપરાંત ઇમેજ પણ સમજી શકે છે તેનું પૃથ્થકરણ વિશ્લેષણ કરી શકે છે. GPT-3.5 ૩૦૦૦ શબ્દો સુધીમાં જ ઉત્તર આપતું હતું પણ આ નવું વર્ઝન ૨૫,૦૦૦ થી વધુ શબ્દોમાં ઉત્તર આપી શકે છે.

ભારતમાં પણ આ વર્ઝન Chat GPT Plu નામથી પ્રાપ્ય બન્યું છે જેની મહિનાના 20 ડોલર જેટલી ફી છે. પ્રારંભમાં માત્ર ટેક્સ્ટનો વિકલ્પ જ રાખવામાં આવ્યો છે. Open AIના સહસ્થાપક ગ્રેગ બ્રોકમેને આ વર્ઝન એક કાર્યક્રમમાં લોંચ કર્યું હતું.
READ ALSO
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી
- ચાણક્ય નીતિ : જો તમે તમારા કરિયરમાં ઉંચાઈ પર પહોંચવા માંગો છો, તો આ 5 ભૂલો ન કરો, મંઝિલ પર પહોંચવું સરળ બનશે