જો તમારી પાસે બેન્ક છે અને એમાં પૈસા નથી તો પણ તમારે 10 હજાર રૂપિયા મળી શકે છે. પરંતુ એના માટે તમારૂ જન-ધન એકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમે પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ એકાઉન્ટ નહિ ખોલાવ્યું તો હવે ખોલાવી લો. જન-ધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ પર બેન્ક એકાઉન્ટ ખોલાવી શકો છો . કેન્દ્ર સરકારની આ યોજનાને 7 વર્ષ થઇ ચુક્યા છે અને અત્યાર સુધી એના 41 કરોડથી વધુ એકાઉન્ટ ખોલાઇ ગયા છે. આ યોજનામાં વીમા સહીત ઘણા પ્રકારની સુવિધા મળે છે. એવામાં એક સુવિધા છે ઓવરડ્રાફ્ટની. આઓ એ અંગે જણાવીએ.
10 હજાર રૂપિયા આ રીતે મળશે

જન ધન યોજના હેઠળ, જો તમારા ખાતામાં બેલેન્સ નથી, તો પણ તમને 10,000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. આ સુવિધા ટૂંકા ગાળાની લોન જેવી છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર કરી દીધી છે. આ ખાતામાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટેની મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવા માટે, તમારું જન ધન ખાતું ઓછામાં ઓછું 6 મહિના જૂનું હોવું જોઈએ. જો નહીં, તો માત્ર 2,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ ઉપલબ્ધ છે.
આ યોજના 2014માં શરૂ થઈ હતી
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જન ધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના આ વર્ષે 28 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, 6 જાન્યુઆરી, 2021 સુધીમાં, જન ધન ખાતાની કુલ સંખ્યા વધીને 41.6 કરોડ થઈ ગઈ છે. સરકારે 2018 માં વધુ સુવિધાઓ અને લાભો સાથે આ યોજનાનું બીજું સંસ્કરણ શરૂ કર્યું.

જન ધન યોજનામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે
- જન ધન યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું ખાતું પણ ખોલાવી શકાય છે.
- આ સ્કીમ હેઠળ ખાતું ખોલવા પર તમને Rupay ATM કાર્ડ, રૂ. 2 લાખનું અકસ્માત વીમા કવર, રૂ. 30 હજારનું જીવન કવર અને જમા રકમ પર વ્યાજ મળે છે.
- આના પર તમને 10 હજારના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે.
- આ ખાતું કોઈપણ બેંકમાં ખોલાવી શકાય છે.
- આમાં તમારે મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી.
Read Also
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
- રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું