GSTV
Gujarat Government Advertisement

ફાયદો જ ફાયદો/ આવી રીતે ખોલાવો જનધન ખાતામાં અકાઉન્ટ, મોદી સરકાર કરશે 1.30 લાખ રૂપિયાની મદદ

Last Updated on June 10, 2021 by Karan

પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લોકોના બેંકમાં જન ધન ખાતા અકાઉન્ટ ખોલાવવાની સુવિધા આપવામાં આવી છે. આ સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી સૌથી મહત્વકાંક્ષી નાણાકિય યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ ગરીબ વ્યક્તિ પણ પોતાનું ખાતુ ખોલાવી શકે છે. જેમાં અનેક પ્રકારના અલગ-અલગ નાણાકીય લાભ મળે છે. તો ચાલો જાણીએ આ લાભો વિશે…

જન

1.30 લાખ રૂપિયાનો લાભ

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા અકાઉન્ટમાં ખાતાધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. તેમાં અકસ્માત વીમા પણ આપવામાં આવે છે. ખાતાધારકને 1 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમા સાથે 30, 000 રૂપિયાનો જનરલ ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે. આ વીમો જન ધન અકાઉન્ટ માટે મળનાર રૂપે ડેબિટ કાર્ડ પર મળે છે. તેની ચૂકવણી લાભાર્થીના મૃત્યુ પર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જનધન અકાઉન્ટ ઝીરો બેલેન્સથી ખોલવામાં આવે છે.

કેવી રીતે ખોલાવી શકો છો જનધન અકાઉન્ટ

જન ધન અકાઉન્ટ તમે કોઈપણ બેંકની શાખામાં જઈને ખોલાવી શકો છો. તે ઉપરાંત તમારી પાસે બેંક મિત્ર દ્વારા પણ આ અકાઉન્ટ ખોલાવવાનો વિકલ્પ છે. આ અકાઉન્ટ ઝીરો બેલેન્સથી પણ ખોલાવી શકો છો.

આ ડોક્યૂમેન્ટની પડે છે જરૂર

જન ધન ખાતું ખોલાવવા માટે તમારે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત નૉ યોર કસ્ટમર (KYC)ની જરૂરિયાત પૂરી કરવા માટેના ડોક્યૂમેન્ટ જમા કરાવવાના રહેશે.

AADHAR

જનધન ખાતામાં મળશે આ લાભ

  • અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટ નથી
  • સેવિંગ અકાઉન્ટમાં જેટલુ જ વ્યાજ મળશે
  • મોબાઇલ બેંકિંગની સુવિધા પણ ફ્રી રહેશે
  • દરેક ખાતાધારકને 2 લાખ સુધી અકસ્માત વીમા કવર
  • 10 હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા
  • રોકડ ઉપાડ અને શોપિંગ માટે કાર્ડ મળે છે

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!