GSTV
Home » News » ફ્લૉરિડા : આ રીતે સૌને એકત્રિત કર્યા અને કર્યુ ઑપન ફાયરિંગ, જુઓ Pics અને Video

ફ્લૉરિડા : આ રીતે સૌને એકત્રિત કર્યા અને કર્યુ ઑપન ફાયરિંગ, જુઓ Pics અને Video

ઓપન ફાયરિંગની ઘટનાઓ સામે ઝઝૂમી રહેલા અમેરિકાએ ફરી એકવાર આવા ભયાનક દ્રશ્યનો સામનો કરવો પડ્યો છે. આક માથાફરેલા શખ્સે 17 લોકોના જીવ લીધા અને 50થી વધુ લોકોને ઘાયલ કરીને તેમને પીડા આપી.

આ ઘટના અમેરિકાના ફ્લોરિડા શહેરની છે, જ્યાં 19 વર્ષીય નિકોલ્સ ક્રૂઝે સામે આવનાર દરેક શખ્સ પર ગોળીઓ વરસાવી.

આ ફાયરિંગ શાળામાંથી બરતરફ કરાયેલા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. આ શાળામાં ભારતીય મૂળના અમેરિકન સ્ટૂડન્ટ્સ પણ મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે.

Image result for florida school open fire

ફાયરિંગમાં ભારતીય મૂળના કેટલાક અમેરિકન સ્ટૂડન્ટ્સના ઘાયલ થવાના પણ અહેવાલ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાયરિંગની ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

Image result for florida school open fire

આરોપી વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની ઓળખ નિકોલસ ક્રૂઝ તરીકે થઈ છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે અને એફબીઆઈ આમા સ્થાનિક અધિકારીઓને મદદ કરી રહી છે.

Image result for florida school open fire

ફાયરિંગ વખતે ફ્લોરિડાની શાળાના સ્ટૂડન્ટ્સ દહેશતને કારણે બૂમો પાડી રહ્યા હતા. તેમણે પોતાના મિત્રો અને પરિવારના લોકોને મદદ માટે મેસેજ કરવાના શરૂ કર્યા હતા.

આ ઘટના ફ્લોરિડાના પાર્કલેન્ડની માર્જરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં બની હતી. આરોપી વિદ્યાર્થી 19 વર્ષીય ક્રૂઝ અહીં જ ભણતો હતો.

Image result for florida school open fire

પરંતુ સ્કૂલના વહીવટી તંત્રે તેને શિસ્તભંગના પગલા હેઠળ બરતરફ કર્યો હતો. બાદમાં તેણે પોતાની જ સ્કૂલમાં ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરે ફાયરિંગ પહેલા સ્કૂલમાં ફાયર એલાર્મ વગાડતા તમામ સ્ટૂડન્ટ્સ પોતપોતાના ક્લાસરૂમ્સમાંથી બહાર આવી ગયા હતા. ત્યારબાદ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

 

Related posts

સુપ્રીમ કોર્ટ ગંભીર બની તો દેશના 25 ટકા સાંસદોને નહીં મળે ફરી ટિકિટ, મોદી સરકારને થશે સૌથી વધુ નુક્સાન

Nilesh Jethva

નિર્ભયાના દોષિતોની સુરક્ષા કરી રહી છે તામિલનાડુ પોલીસ, જમાઈની જેમ સચવાઈ રહ્યાં છે જેલમાં

Pravin Makwana

આસામાને અલગ કરવાની માગ સાથેનો સર્જિલ ઈમામનો વીડિયો વાયરલ, સંબિત પાત્રા એ જેહાદ સાથે કરી સરખામણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!