GSTV

આ બેન્કમાં હવે બાળકના નામ પર ખોલો એકાઉન્ટ, નેટ બેન્કિગ સહીત મળશે આ ઘણી સુવિધા

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI એ 18 વર્ષછી ઓછી ઉંમરના બાળકો માટે ‘પહલા કદમ’ અને ‘પહલી ઉડાન’ નામથી બચત ખાતુ ખોલવાની સુવિધા આપી રહી છે. ‘પહલા કદમ’ યોજાના હેઠળ કોઈપણ ઉંમરના બાળકના નામ પર એકાઉન્ટ ઓપન કરી શકાય છે. જો કે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સ્થિતિમાં આ એકાઉન્ટ તેના માતા-પિતા અથવા ગાર્ડિયનની સાથે જોઈન્ટ એકાઉન્ટ હશે. સાથે જ ‘પહલી ઉડાન’ માં 10 વર્ષ  અથવા તેથી વધારે ઉંમરના બાળક જ સહી કરી શકે છે તેના નામ પર એકાઉન્ટ ખોલવામાં આવી શકે છે.

મળશે આ સુવિધા

  • આ એકાઉન્ટ્સમાં એટીએમ કમ ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. કાર્ડ પર બાળકનો પણ ફોટો પણ હોય છે.
  • એટીએમ ડેબિટ કાર્ડનો વપરાશ કરીને એટીએમ મશીન અથવા પોઈન્ટ ઓફ સેલ (POS) પર એક દિવસમાં વધારેમાં વધારે 5 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવી શકે છે.
  • જેમાં મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ મર્યાદા નહી હોય. આ ખાતાઓને ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવી શકે છે. આ ખાતાઓમાં નિશ્વિત સમય પર વધારેમાં વધારે 10 લાખ રૂપિયા જ રાખવામા આવી શકે છે.
  • આ એકાઉન્ટ પર મળનાર વ્યાજ બચતખાતા જેટલુ જ હોય છે. જેમાં નોમિનીઝની પણ સુવિધા મળશે.
  • જેમાં ઓટો સ્વેપ સુવિધા પણ આપવામાં આવી રહી છે. જે હેઠળ 20 હજાર રૂપિયાથી વધારે પૈસા હોવા પર અતિરિક્ત એમાઉન્ટની FD કરવામાં આવશે.
  • આ એકાઉન્ટ્સમાં તમને ચેકબુક પણ આપવામાં આવે છે. જો કે, તે માટે તમારો મોબાઈલ નંબર રજિસ્ટાર્ડ હોવો ખૂબ જ જરૂરી છે.
  • જેમાં તમને લિમિટેડ ટ્રાન્જેક્શન લિમિટની સાથે ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ મળે છે.
  • ઈન્ટરનોટ બેન્કિંગની મદદથી એક દિવસમાં વધારેમાં વધારે 5 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન જ કરવામાં આવી શકે છે.
  • ઈન્ટરનેટ બેન્કિંગથી ટર્મ ડિપોઝિટ, રેકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ઓપના કરવામાં આવી શકે છે.
  • મોબાઈલ બેન્કિંગના માધ્યમથી દિવસમાં વધારેમાં વધારે 2 હજાર રૂપિયા સુધીનું ટ્રાન્જેક્શન કરવામાં આવી શકે છે.

આ ડૉક્યુમેન્ટ્સની પડશે જરૂર

 બંને પ્રકારના ખાતા ખોલવા દરમિયાન બેન્કને કેટલાક KYC દસ્તાવેજો આપવાના હોય છે. ‘પહલા કદમ’ ખાતામાં બાળકના જન્મનુ પ્રમાણપત્ર, પિતાનુ આધાર કાર્ડ અને પાન નંબર આપવાના હોય છે. પાન ન હોવાની સ્થિતિમાં ફોર્મમાં 60 ભરવુ પડશે. સાથે જ ‘પહલી ઉડાન’ સ્કીમમાં બાળકના જન્મના પ્રૂફની સાથે તેનુ આધાર કાર્ડ અને પાન કાર્ડ આપવુ પડશે. પાન ન હોવાની સ્થિતિમાં ફોર્મમાં 60 ભરવુ પડશે. તે સિવાય બંને ખાતાઓની સાથે એક ફોટો પણ આપવો પડશે.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!