જો તમે પણ પંજાબ નેશનલ બેન્ક(PNB)ના ગ્રાહક છો તો તમારા માટે આ ખબર કામની હોઈ શકે છે. PNB ગ્રાહક પોતાની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત બનાવવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લઇ શકે છે. જણાવી દઈએ કે આ યોજનામાં માતા પિતા અથવા ગાર્ડિયન એક દીકરીના નામ પર માત્ર એકાઉન્ટ ખોલાવી શકે છે અને બે અલગ-અલગ દીકરીના નામ પર મહત્તમ બે એકાઉન્ટ ખોલી શકે છે. આઓ તમને જણાવીએ તમામ જરૂરી જાણકારી.
કેટલું કરવાનું હોય છે ડિપોઝીટ
એમાં મિનિમમ ડિપોઝીટ 250 રૂપિયા કરવાનું હોય છે. એ ઉપરાંત મહત્તમ તમે 1,50,000 રૂપિયા સુધી ડિપોઝીટ કરી શકો છો. આ ખાતા ખોલાવવાથી તમારી દીકરીનો અભ્યાસ અને આગળ થવા વાળા ખર્ચમાં ખુબ રાહત મળશે.

જાણો કેટલું મળશે વ્યાજ
હાલ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં 7.6%ના દરથી વ્યાજ આપવામાં આવી રહ્યું હતું જે ઈન્ક્મ ટેક્સ છૂટ સાથે છે.
મેચ્યોરિટી પર મળશે 15 લાખથી વધુ
જાણાવી દઈએ કે જો તમે આ સ્કીમમાં દર મહિને 3000 રૂપિયા રોકાણ કરો છો એટલે વાર્ષિક 36000 રૂપિયા લગાવવા પર 14 વર્ષ પછી 7.6% વાર્ષિક કમ્પાઉન્ડના હિસાબે તમને 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષ પછી મેચ્યોરિટી પર આ રકમ લગભગ 15,22,221 રૂપિયા થશે.
ક્યાં ખોલાવી શકો છો ખાતું ?

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે આ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા વ્યાપારી બેંકની અધિકૃત શાખામાં ખોલી શકો છો.
આ દસ્તાવેજો આપવાના રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલવા માટે તમારે તમારી પુત્રીનું જન્મ પ્રમાણપત્ર ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જમા કરાવવું પડશે. આ ઉપરાંત બાળક અને માતા -પિતાનું ઓળખ કાર્ડ (પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ) અને તેઓ ક્યાં રહે છે તેનો પુરાવો (પાસપોર્ટ, રેશન કાર્ડ, વીજળીનું બિલ, ટેલિફોન બિલ, પાણીનું બિલ) હશે. સબમિટ કરવા માટે.
જો દર વર્ષે રૂ. 250 ની લઘુત્તમ ડિપોઝિટ જમા કરવામાં ન આવે, તો ખાતું બંધ કરી દેવામાં આવશે અને જમા કરવા માટે જરૂરી ન્યૂનતમ રકમ સાથે વાર્ષિક રૂ .50 દંડ સાથે તે વર્ષ માટે રીવોઇઝ કરી શકાય છે. ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષ સુધી રિએક્ટિવેટ થઈ શકે છે.
Read Also
- આફ્રિકામાં ચીની નૌકાદળ સક્રિય/ ચીન જીબુટીથી હિંદ મહાસાગર પર રાખશે નજર, ભારતને ઘેરવાનો ડ્રેગનનો વધુ એક પ્રયાસ
- Breast Cancer/ હવે ભારતમાં સરળતાથી થઇ શકશે સ્તન કેન્સરની સારવાર, એસ્ટ્રાઝેનેકાને મળી દવા બનાવવાની મંજૂરી
- પોસોકોની કાર્યવાહી/ 13 રાજ્યોમાં વીજ કંપનીઓ પર રૂ. 5000 કરોડનું દેવું, વીજળીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ
- ડાકોરથી લઇને શામળાજીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, કાળિયા ઠાકોરના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
- ખરાબ સમાચાર/ બાંકે બિહારી મંદિરમાં દુર્ઘટના; ભીડ વધતા બે લોકોના મોત, VIPsને એન્ટ્રી આપવાનો આરોપ