લોકો દિકરીનો જન્મ થતાંની સાથે જ સસ્તી અને સારી ઇન્વેસ્ટમેન્ટ પોલીસી લેવાનું વિચારે છે. તેની પાછળનું કારણ એ છે કે તેઓ તેની દિકરીનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છે છે. જેથી ભણવામાં અને લગ્ન કરવામાં કોઈ અડચણ ન આવે. આ જ કારણ છે કે સરકાર દિકરીઓના સારા ભવિષ્ય માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારી વ્હાલી દિકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે થોડું રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છો, તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પંજાબ નેશનલ બેંકમાં ખાતું ખોલાવી શકો છો. પીએનબીમાં ફક્ત 250 રૂપિયાના રોકાણ સાથે, તમે તમારી પુત્રીના લગ્ન સુધી અને તેના શિક્ષણ સુધી એક મોટી રકમ એકઠી કરી શકશો. ચાલો તેના વિશે બધું જાણીએ-

આ યોજનાને લગતી મહત્વની બાબતો
જો તમે પી.એન.બી. માં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા માંગતા હોવ, તો મિનિમમ ડિપોઝિટ 250 રૂપિયા હોવી જોઈએ. જ્યારે વધુમાં વધુ તમે 1,50,000 રૂપિયા સુધી જમા કરી શકો છો. દિકરી 21 વર્ષની થાય ત્યાં સુધી આ ખાતું ચલાવવામાં આવશે. જો તમે ઇચ્છો, તો દિકરી 18 વર્ષની થઈ જાય પછી તમે મેચ્યોરિટીની રકમ ઉપાડી શકો છો.
એક પરિવારની બે દિકરીઓ માટે ખાતુ
પી.એન.બી. માં, એક પરિવારની મહત્તમ બે પુત્રી માટે ખાતું ખોલાવી શકાય છે. આ યોજના હેઠળ માતાપિતા અથવા વાલી એક પુત્રીના નામે પીએનબીમાં ફક્ત એક જ ખાતું ખોલી શકે છે. પુત્રીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ.

મેચ્યોરિટી પર, તમને 15 લાખથી વધુ મળશે
આપને જણાવી દઈએ કે જો તમે આ યોજનામાં દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો, એટલે કે વાર્ષિક 36000 રૂપિયા જમા કર્યા પછી, 14 વર્ષ બાદ તમને 7.6 ટકા વાર્ષિક કમ્પાઉન્ડિંગના દરે 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષ એટલે કે મેચ્યોરિટી પર, આ રકમ આશરે 15,22,221 રૂપિયા થશે. જણાવી દઈએ કે હાલમાં એસએસવાયમાં 7.6 ટકાના દરે વ્યાજ આપવામાં આવતું હતું જે આવકવેરાની છૂટ સાથે છે.
આ દસ્તાવેજો ખાતું ખોલવા માટે આપવાના રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું પીએનબીની કોઈપણ શાખામાંથી ખોલી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવાનું ફોર્મ, દિકરીના જન્મનું સર્ટિફિકેટ, ડિપોઝિટર (પેરેંટ અથવા વાલી) નું આઈડેન્ટિટી કાર્ડ જેમ કે પાનકાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે, ડિપોઝિટરના સરનામાંનો પુરાવો જેમ કે પાસપોર્ટ, રેશનકાર્ડ, વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરે. તમે પૈસા જમા કરવા માટે નેટ-બેંકિંગનો પણ ઉપયોગ કરી શકો છો.
Read Also
- પોસોકોની કાર્યવાહી/ 13 રાજ્યોમાં વીજ કંપનીઓ પર રૂ. 5000 કરોડનું દેવું, વીજળીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ
- ડાકોરથી લઇને શામળાજીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, કાળિયા ઠાકોરના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
- ખરાબ સમાચાર/ બાંકે બિહારી મંદિરમાં દુર્ઘટના; ભીડ વધતા બે લોકોના મોત, VIPsને એન્ટ્રી આપવાનો આરોપ
- પીએમ મોદી બોલ્યા- સરકાર બનાવવી સહેલી છે પણ દેશ બનાવવાનુ કામ વધારે અઘરુ છે
- રામદેવરા દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના 7 લોકોના મોત: ચીખથી ગુંજી ઉઠ્યો હાઈવે