ફક્ત 10 રૂપિયામાં તમે પોસ્ટ ઓફિસનું રિકરિંગ ડિપોઝિટ એકાઉંટ ખોલી તેનાં પર બેંક એકાઉંટ કરતાં વધુ ફાયદાઓ મેળવી શકો છો. રિકરિંગ ડિપોઝિટ એ નાની બચત એકાઉંટ તરીકે પણ ઓળખાય છે. તેમાં તમે મિનિમમ 10 રૂપિયાથી પણ ખાતુ ખોલાવી શકો છો. જો તમે બેંકમાં સેવિંગ્સ અકાઉંટ ખોલાવો છો તો તેનાં પર એસ.બી.આઈ. તમને 4 ટકા જેટલું વ્યાજ આપે છે. પરંતુ જો તમે આ અકાઉન્ટ ખોલાવો છો તો તેમાં તમને 6 ટકા જેટલું વ્યાજ મળે છે. તેમજ તેમાં તમને બેંક એફ.ડી.ની સુવિધાઓ પણ મળવાપાત્ર છે. મતલબ તેમાં નિશ્ચીત સમયનાં રોકાણ બાદ વ્યાજ પણ મળે છે. અલબત તે વ્યાજની રકમ જો 10,000 રૂપિયા ઉપર થઈ જાય તો તે કરપાત્ર બને છે. વ્યાજ દર ત્રિમાસિક ધોરણે 6.9 ટકાનાં દરે ગણત્રી કરવાની આવે છે.
આથી તમને 5 વર્ષનાં માસિક 2500 હજાર જેટલા રોકાણ પર 30,000 જેટલું વ્યાજ મળે છે. જો તમે તેમાં માસિક 2000 રૂપિયાથી રોકાણ કરો છો તો 5 વર્ષમાં તે રકમ 1,68,989 રૂપિયા જેટલી થઈ જાય છે જેનાં પર તમને 12,000 રૂપિયા જેટલું વ્યાજ મળવા પાત્ર છે. તેમાં તમે કોઈ ખાસ લક્ષ્ય માટે પણ રકમ જમા કરાવી શકો છો, તેમાં લોક ઈન ફિચર પણ ઉપલબ્ધ છે. આ અંગેનાં અકાઉંટ દરેક પોસ્ટ અને બેંક બ્રાચ પર ખુલે છે.