GSTV

BJPની સહયોગી પાર્ટીનાં મંત્રીએ યોગી સરકારને સોંપ્યુ રાજીનામું, BJP પર લગાવ્યો આ આરોપ

લોકસભા ચૂંટણી 2019નું રાજકીય રણ તપી રહ્યું છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપના સહયોગી પક્ષ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ અને પ્રદેશની યોગી સરકારમાં પ્રધાન ઓપી રાજભરે સોમવારે રાજીનામુ આપી દીધુ. આ સાથે જ તેમણે દાવો કર્યો કે તેમની પાર્ટીના બે અન્ય પ્રધાનોએ પણ રાજીનામુ આપી દીધું છે. વધુમાં તેમણે કહ્યુ હતુકે, ગયા મહિનાની 13 તારીખે જ રાતે રાજીનામું આપી દીધુ હતુ, પરંતુ ભાજપ સરકારે હજુ સુધી તેમના રાજીનામાનો અસ્વિકાર કર્યો છે.. ઓપી રાજભરે આ મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

ઉત્તર પ્રદેશનાં પછાત વર્ગ કલ્યાણ અને દિવ્ય જન મનાશક્તિ પ્રધાન ઓમ પ્રકાશ રાજભર અને બીજેપી વચ્ચે ચૂંટણી ચિન્હને લઈને મતભેદ થયો હતો. તેમણે કહ્યુ હતુકે, ભાજપ તેના ચૂંટણી ચિન્હ સાથે ચૂંટણી લડવાનું કહ્યુ હતુ. મે તેમને એક જ સીટ પર અમારી પાર્ટીનાં ચૂંટણી ચિન્હ સાથે ચૂંટણી લડવા માટે કહ્યુ હતુ. પરંતુ તેના માટે બીજેપી તૈયાર ન થઈ. ત્યારે રાજભરે કહ્યુ છેકે, તે આ મામલે ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરી ચૂક્યા છે. રાજભરે ચૂંટણીપંચ પર આરોપ લગાવતા કહ્યુ છેકે, ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતને કારણે કોઈ કાર્યવાહી નથી થઈ રહી.

read also

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

સમગ્ર દેશમાં કોરોનાનો આંક 5 હજારની નજીક, કુલ 124 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!