GSTV
Home » News » એક સમયે ભાજપના સહયોગી રહેલા આ કદાવર નેતા હવે ‘સાઈકલ’ સવારી કરવા તૈયાર

એક સમયે ભાજપના સહયોગી રહેલા આ કદાવર નેતા હવે ‘સાઈકલ’ સવારી કરવા તૈયાર

લોકસભાની ચૂંટણી દરમ્યાન એનડીએ સાથે છેડો ફાડનાર સુહેલદેવ અને ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓપી રાજભર સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. તેમણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી છે. જેથી અનેક અટકળ તેજ બની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજભર યુપીમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. જેથી તેમણે અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી.

સપા અને બસપા યુપીમાં પછાત વોટબેંકને એકત્ર કરવાની તૈયારીમાં છે. મહત્વપૂર્ણ છે કે, રાજભરે લોકસભાની ચૂંટણી દરમ્યાન એનડીએ સાથે છેડો ફાડ્યો હતો. રાજભરે લોકસભામાં વધારે બેઠકની માગણી કરી હતી. જોકે, રાજભરની આ માગ ભાજપે માની નહોતી. એટલે રાજભર એકલા હાથે લોકસભાની ચૂંટણી લડ્યા હતા.

READ ALSO

Related posts

આ કંપની લાવી રહે છે નવી 9,000 રોજગારીની તક, જાણો સૌથી મોટી ભરતી વિશે

Dharika Jansari

અમારી સામે સૈન્ય કાર્યવાહી કરાશે તો ભયંકર યુદ્ધ ફાટી નીકળશે : ઇરાન

Mayur

પાકિસ્તાનને ઝટકો, સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખે કાશ્મીરને આંતરિક મુદ્દો ગણાવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!