GSTV

રિલાયન્સ અથવા ટાટા નહીં પરંતુ આ છે દેશની સૌથી સારી કંપનીઓ, જ્યાં કામ કરનારા કર્મચારીઓ સૌથી વધુ સંતુષ્ટ

Last Updated on June 21, 2021 by Harshad Patel

દેશની સૌથી મોટી કંપનીનો દરજ્જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જાય છે. તો તે જ સમયે ટાટા જૂથને દેશની સૌથી જૂની કંપની હોવાનો દરજ્જો છે. પરંતુ શું તમે જાણો છો કે કામ કરવાની દ્રષ્ટિએ ટાટા અથવા રિલાયન્સ ગ્રુપ નહીં પણ ડી.એચ.એલ. અને મહિન્દ્રા જેવી કંપનીઓ શામેલ થઈ ગઈ છે. મુંબઇ સ્થિત સંશોધન સંસ્થા ‘Great Places to Work’ ‘ગ્રેટ પ્લેસસ ટુ વર્ક’ એ દેશની આવી કંપનીઓનું લિસ્ટ બહાર પાડ્યું છે જે કામની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. આ લિસ્ટમાં લોજિસ્ટિક્સ કંપની ડીએચએલ એક્સપ્રેસ ઇન્ડિયાનું નામ આ યાદીમાં ટોચ પર છે. ડીએચએલ પછી આ લિસ્ટમાં બીજા નંબરે મહિન્દ્રા ગ્રુપનું નામ આવે છે. આ યાદીમાં મહિન્દ્રા ગ્રુપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટોમોટિવ અને ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરને બીજો ક્રમ મળ્યો છે.

આ કંપનીઓને પણ સ્થાન મળ્યું

‘ગ્રેટ પ્લેસસ ટુ વર્ક’ અર્થાત કામ કરવામાં સૌથી ઉત્તમ સ્થાનવાળી કંપનીઓના લિસ્ટમાં Intuit India, Aye Finance P Limited અને Synchrony International Services ઉત્તમ સ્થાનવાળી કંપનીઓની યાદીમાં પ્રથમ 5 માં શામેલ છે. ઇન્ટ્યુટ ઇન્ડિયા ત્રીજા નંબરે છે, આયે ફાઇનાન્સ ચોથા સ્થાને છે અને સિંક્રોની ઇન્ટરનેશનલ પાંચમાં સ્થાને છે. આ સાથે જ આઈટી કંપની સિસ્કો ઈન્ડિયાએ પણ ટોપ 10 ની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ટેકનિક સેક્ટરની સેલ્ફફોર્સ અને એડોબ જેવી કંપનીઓ પણ ટોપ 10માં શામેલ છે. ખાસ વાત એ છે કે ટોપ 10માં કેટલીક કેટ કંપનીઓ સામેલ થઈ છે.

આ રીતે કંપનીઓને મળે છે રેન્કિંગ

વર્ક પ્લેસ ટુ વર્કના લિસ્ટમાં શામેલ થવા માટે કંપનીઓને ઘણા પરિમાણોમાંથી પસાર થવું પડે છે. આમાં પહેલું કર્મચારીઓના અનુભવોની ગુણવત્તા અને બીજું કંપનીના લોકોના વ્યવહારને પણ જોવામાં આવે છે. આમાં જે કંપનીઓ ખરી ઉતરે તેમને આ એવોર્ડ મળે છે. મુંબઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો દાવો છે કે આકારણી પ્રક્રિયામાં એકત્રિત કરવામાં આવેલા ડેટાને ચકાસવા માટે તેઓએ એક મજબૂત પ્રક્રિયાને અપનાવી અને તેના આધારે રેન્કિંગ જાહેર કર્યું છે. ખરેખર, દર વર્ષે આમાં તે કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે જ્યાં કામ રવાનો માહોલ – વાતાવરણ વધુ સારું મળી રહે છે. 2021 ની યાદીમાં ડીએચએલનું નામ ટોચ પર આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શું છે Deepfake ? કેમ આ ફેક ન્યુઝ કરતા પણ છે 100 ગણી ખતરનાક? લોકશાહી માટે બની શકે છે મોટો ખતરો

Pritesh Mehta

વાયરલ વિડીયો / વ્યક્તિની પાછળ પડયું શાહમૃગ, જનતાએ કહ્યું – જો આનાથી બચવું હોય તો ભાગો…

Vishvesh Dave

ઈન્ટરનેટ/ મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલ નંબર વન, જાણો કયા દેશના લોકો મોબાઈલ પર કરે છે સૌથી વધારે સમય પસાર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!