GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

જીઓ નહીં પણ ભારતની આ કંપની પાસે છે સૌથી ફાસ્ટ બ્રોડબેન્ડ નેટવર્ક

બ્રોડબેન્ડ સ્પીડ માપન કંપની ઓક્લાએ કહ્યું છે કે ભારતી એરટેલ જુલાઈમાં સૌથી ઝડપી મોબાઇલ બ્રોડબેન્ડ નેટવર્ક રહી છે, જ્યારે રિલાયન્સ જિઓનું નેટવર્ક આ સમયગાળા દરમિયાન સૌથી ધીમું રહ્યું છે. રિપોર્ટ ઓક્લા દ્વારા ઓગસ્ટ 2018 થી જુલાઈ 2019 સુધી એકત્રિત કરવામાં આવેલા સ્પીડ ટેસ્ટ ઇન્ટેલિજન્સ ડેટા પર આધારિત છે. આ મુજબ વોડાફોન – આઈડિયાની સ્પિડમાં ધીરે ધીરે સુધરો આવી રહ્યોં છે.

અહેવાલમાં જણાવાયું છે કે સ્પીડ ટેસ્ટના પરિણામો દર્શાવે છે કે દેશના તમામ મોબાઇલ ઓપરેટરોની ડાઉનલોડ સ્પિડ ઓગસ્ટ, 2018 થી જુલાઈ, 2019 દરમિયાન સરેરાશ ધોરણે સુધરી છે. આ 12 મહિનાની અવધિમાં એરટેલ સૌથી ઝડપી મોબાઇલ ઓપરેટર રહી છે.

આ અહેવાલ ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ડેટાની વિરુદ્ધ છે. ટ્રાઇના આંકડા મુજબ રિલાયન્સ જિયો આખા વર્ષ દરમિયાન મોબાઇલ બ્રોડબેન્ડની ગતિના સંદર્ભમાં આગળ રહ્યું છે અને તેના નજીકના હરીફની તુલનામાં તેના નેટવર્કની ગતિ લગભગ બમણી છે.

ઓકલાએ ભારતમાં એરટેલ, વોડાફોન, આઈડિયા સેલ્યુલર અને રિલાયન્સ જિઓના બ્રોડબેન્ડ પરફોર્મન્સનું મૂલ્યાંકન કર્યું છે. સ્પીડટેસ્ટ ઇન્ટેલિજન્સ ડેટા મુજબ, એરટેલ અને જિઓ બંનેના કિસ્સામાં મોબાઇલ ડાઉનલોડની ગતિ મે 2019 થી નીચે આવી છે અને જુલાઈ 2019 માં પણ તે સતત ઘટતી રહી છે. દરમિયાન, નવેમ્બર 2018 થી જાન્યુઆરી 2019 સુધીમાં વોડાફોનની મોબાઇલની ગતિમાં ઘટાડો થયો, જ્યારે ત્યારબાદ તેમાં સુધારો જોવા મળ્યો.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!