મોબાઈલ અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારતની રેન્કિંગ ફરી એકવખત ખરાબ થઇ ગઈ છે. Ooklaની ડિસેમ્બર 2020 ગ્લોબલ ઇન્ટરનેટ સ્પીડટેસ્ટ ઇન્ડેક્સમાં ભારતને મોબાઈલ સ્પીડ ઇન્ડેક્સમાં 129મું સ્થાન મળ્યું છે જ્યારે બ્રોડબેન્ડ સ્પીડ મામલે ભારત 65માં નંબરે આવી ગયું છે. નવા ઇન્ડેક્સમાં કતારે લાંબો કૂદકો માર્યો છે. કતારે ઇન્ટરનેટ સ્પીડ મામલે દક્ષિણ કોરિયા અને સંયુક્ત અરબ અમીરાતને પાછળ છોડી દીધું છે. બીજી તરફ થાઇલેન્ડે હોંગકોંગ અને સિંગાપોરને બ્રોડબેન્ડ સ્પીડ મામલે પાછળ છોડી દીધું છે.
અપલોડિંગ સ્પીડમાં સુધારો જોવા મળ્યો
ઉકલાની ડિસેમ્બર 2020ની રિપોર્ટ અનુસાર ભારતમાં મોબાઈલ ઇન્ટરનેટની સરેરાશ ડાઉનલોડિંગ સ્પીડ 4.4 ટકા ઘટીને 12.91Mbps પર આવી ગઈ છે જે અગાઉ નવેમ્બર 2020માં 13.51Mbps હતી. જોકે ભારતમાં મોબાઈલ અપલોડિંગ સ્પીડમાં સુધારો જોવા મળ્યો છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં ભારતમાં મોબાઈલ અપલોડિંગ સ્પીડ 1.4 ટકા વધુ રહી હતી.
169.03Mbpsની સ્પીડ સાથે ત્રીજા નંબરે
નવેમ્બરમાં મોબાઈલ અપલોડિંગ સ્પીડ 4.90Mbps હતી જે ડિસેમ્બર 4.90Mbps પર પહોંચી હતી. Speedtest Global Index અનુસાર કતારમાં સરેરાશ મોબાઈલ ડાઉનલોડિંગ સ્પીડ 178.01Mbps જોવા મળી હતી. બીજી તરફ સંયુક્ત આરબ અમીરાતમાં સરેરાશ મોબાઈલ ડાઉનલોડિંગ સ્પીડ 177.52Mbps છે. સરેરાશ મોબાઈલ સ્પીડ મામલે દક્ષિણ કોરિયા 169.03Mbpsની સ્પીડ સાથે ત્રીજા નંબરે છે. ચીન અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે ચોથા અને પાંચમા નંબરે છે. આ બંને દેશોમાં સરેરાશ મોબાઈલ સ્પીડ અનુક્રમે 155.89Mbps અને 112.68Mbps છે.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી