GSTV
Home » News » ગૂગલે Gmail માટે નવું રજૂ કર્યું ફિચર, થઈ ગયેલો મેઇલ પણ ડિલીટ કરી શકાશે

ગૂગલે Gmail માટે નવું રજૂ કર્યું ફિચર, થઈ ગયેલો મેઇલ પણ ડિલીટ કરી શકાશે

ગૂગલ તરફથી પોતાના યૂઝર્સ માટે એક નવું ફિચર રજૂ કરવામાં આવ્યું છે. આઇઓએસ બાદ હવે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ ગૂગલે Gmailમાં Undo સેન્ડ ફિચરને રોલ આઉટ કર્યું છે. આ ફિચરનો ઇંતજાર યૂઝર છેલ્લા ઘણાં સમયથી કરી રહ્યા હતા. અનેક વર્ષોના ટેસ્ટિંગ બાદ કંપનીએ 2015માં અનડુ સેન્ડ ફિચરને લોન્ચ કર્યું હતું. આ ફિચરની મદદથી મોકલેલા ઇમેલને પાછા લઇ શકાય છે. આ ફિચર નવું નથી. નવેમ્બર 2016માં જીમેલ Undo સેન્ડ ફિચર આઇઓએસ યૂઝર માટે ઉપલબ્ધ કરાવી દીધું હતું. હવે આ ફિચર એન્ડ્રોઇડ માટે પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે.

કેવી રીતે કામ કરશે ફિચર

આ ફિચર ડેસ્કટોપ વર્ઝનની જેમ કામ કરશે. ઇમેલ મોકલ્યા બાદ નીચે એક બોક્સ ઓપન થશે જેમાં સેન્ડિંગ લખેલું હશે. આ સાથે કેન્સલ કરવાનો પણ એક વિકલ્પ જોવા મળશે. ઇમેલ સેન્ડ થયા બાદ તમારે Undoનો ઓપ્શન જોવા મળશે. Gmailના 8.7 વર્ઝનમાં આ ફિચરને પણ બધા યૂઝર ઉપયોગમાં લઇ શકશે. જો તમે આ ફિચર નથી જોઇ રહ્યા તો હાલ Google Play Store પર જઇને ચેક કરો, ક્યાંક કોઇ અપડેટ તો નથી ને.

2015માં લોન્ચ થયું હતું ફિચર  માર્ચ 2009માં રજૂ થયા બાદ અને ઓફિશિયલ રીતે લોન્ચ થયા પછી undo સેન્ડ ફિચર જીમેલ લેબમાં ટેસ્ટિંગ ફેઝમાં હતું. સૌથી પહેલા આ ફિચરને 2015માં વેબ વર્ઝન માટે રોલ આઉટ કરવામાં આવ્યું હતું. આ ફીચરને ઓન કર્યા બાદ યૂઝર જો કોઇને ઇમેલ કરે છે તો ચોક્કસ સમય બાદ પોતાની મેળે ડિલીટ થઇ જશે.

Related posts

કલંકનો આ એક્ટર બંધાવા જઇ રહ્યો છે લગ્નના બંધનમાં, ગર્લફ્રેન્ડ સાથે આ દિવસે લેશે સાત ફેરા

Kaushik Bavishi

‘તારક મહેતા…’માં સોનૂનું પાત્ર ભજવશે આ એક્ટ્રેસ, ખૂબસુરત એટલી છે કે નજર નહી હટાવી શકો

Bansari

સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને ગુજરાત હાઇકોર્ટે આપી સૌથી મોટી રાહત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!