GSTV
India News Trending

No ટીકા No ડ્રિન્ક : કોવિડ-19 રસીના બંને ડોઝ લેવાવાળા જ ખરીદી શકશે ઠેકા ઉપરથી દારૂ

મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો થતા શિવરાજ સિંહ ચૌહાણ સરકારે તમામ પ્રતિબંધો હટાવ્યા છે. દરમિયાન, મધ્યપ્રદેશના ખંડવા જિલ્લા આબકારી વિભાગનો એક આદેશ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

NO टीका NO ड्रिंक : COVID-19 की दोनों डोज लगवाने वाले ही खरीद सकेंगे ठेकों  से शराब | Only those who have got both doses of Corona will be able to buy

આદેશમાં જિલ્લા આબકારી અધિકારીએ લખ્યું છે કે, કોરોના રોગચાળાને લઈને જિલ્લામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશી અને વિદેશી દારૂની દુકાનોમાંથી માત્ર એવા લોકોને જ વેચાણ કરવામાં આવશે જેમણે કોવિડ-19 રસીના બંને ડોઝ લીધા હશે.

ઉલ્લેખનીય છે કે ખંડવા જિલ્લામાં 55 દેશી અને 19 વિદેશી દારૂની દુકાનો છે. જિલ્લા આબકારી અધિકારીનો આ આદેશ દારૂના ઠેકેદારો અને દારૂ પીનારાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ALSO READ

Related posts

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda

પહેલીવાર ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળશે મિસ યુનિવર્સ સુષ્મિતા સેન, આ વેબ સિરીઝમાં કરશે કામ

Hemal Vegda
GSTV